RR Vs PBKS: "What An Over"- બુમરાહ અને સ્ટેને કાર્તિક ત્યાગીની તોફાની બોલિંગના કર્યા વખાણ

News18 Gujarati
Updated: September 22, 2021, 11:34 AM IST
RR Vs PBKS:
રાજસ્થાન રોયલ્સે પંજાબને માત્ર બે રને હરાવ્યું, કાર્તિક ત્યાગી બન્યો હીરો. (તસવીર- PTI)

IPL 2021: શું ઓવર હતી, કાર્તિક ત્યાગી! તે સમયે દબાણમાં શાંત મગજથી પોતાનું કામ પૂરું કરવા માટે, ખૂબ સરસ, ખૂભ પ્રભાવશાળી- જસપ્રીત બુમરાહ

  • Share this:
IPL 2021: ટીમ ઈન્ડિયાના (Team India) ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) યુવા બોલર કાર્તિક ત્યાગીના (Kartik Tyagi) વખાણ કર્યા છે. બુમરાહે રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) આ બોલરના પ્રદર્શનને અસાધારણ ગણાવ્યું છે. બીજી તરફ , દક્ષિણ આફ્રિકાના (South Africa) ફાસ્ટ બોલર ડેલ સ્ટેને (Dale Steyn) પણ કાર્તિક ત્યાગીનો ઓવરે બેસ્ટ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિક ત્યાગીએ (Kartik Tyagi Heroic Over) છેલ્લી ઓવરમાં માત્ર 4 રનની જરૂર હતી અને સામેની ટીમ પંજાબ કિંગ્સની 8 વિકેટ બાકી હતી, તો પણ તેણે નિકોલસ પૂરન અને દીપક હુડ્ડાને આઉટ કરવા ઉપરાંત માત્ર એક જ રન આપ્યો હતો.

જસપ્રીત બુમરાહે ટ્વીટ કરીને લખ્યું કે, શું ઓવર હતી, કાર્તિક ત્યાગી! તે સમયે દબાણમાં શાંત મગજથી પોતાનું કામ પૂરું કરવા માટે, ખૂબ સરસ, ખૂભ પ્રભાવશાળી!

બીજી તરફ, ડેલ સ્ટેને ટ્વીટ કર્યું કે, ટાર્ગેટ ડિફેન્ડ કરતાં અત્યાર સુધીની બેસ્ટ ઓવરની નજીક! Wowza.આ પણ વાંચો, IPL 2021: વિરાટ કોહલીના સ્થાને આ 6 ખેલાડીઓ બની શકે RCBના કેપ્ટન, આક્રમક બેટિંગમાં છે માહેર

20 વર્ષીય કાર્તિક ત્યાગીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતમાં IPLના પહેલા ચરણ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ જ્યારે હું સાજો થયો તો આ લીગને સ્થગિત કરવાની જાહેરાત થઈ હતી, જેના કારણે મને ઘણું દુઃખ થયું હતું . હવે મને ઘણું સારું લાગી રહ્યું છે. વર્ષોથી મારા સીનિયર ખેલાડીઓ સાથે વાતો કરી રહ્યો છું અને તેઓ મને જણાવતા રહ્યા છે કે પરિસ્થિતિઓ આ ફોર્મટમાં બદલાતી રહેતી હોય છે. તેથી મને મારા પર વિશ્વાસ રાખવાની જરૂર છે.

ત્યાગીએ વધુમાં કહ્યું કે, મેં હંમેશા દરેકની વાત સાંભળી છે અને આ ફોર્મટમાં મેચો પણ જોઈ છે, જ્યાં અજીબ પ્રકારની ચીજો થઈ છે. હું આજે આ ખાસ પ્રસંગે એક મોટી ભૂમિકા નિભાવવા માટે ભાગ્યશાળી સમજું છું. હું શરૂઆતમાં થોડી ઘણી બોલિંગ કરતો રહેતો હતો, બાદમાં અનેક ફિડબેક મળ્યા બાદ હું તેની પર કામ કરવા લાગ્યો.

આ પણ વાંચો, IPL 2021 PBKS vs RR: અંતિમ ઓવરની રસાકસી બાદ રાજસ્થાનનો પંજાબ સામે 2 રને વિજય

નોંધનીય છે કે, રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) પંજાબ કિંગ્સને (Punjab Kings) રોમાંચક મેચમાં હરાવતા તે હવે પોઇન્ટ ટેબલમાં પાંચમા નંબર પર આવી ગઈ છે. પંજાબ કિંગ્સની આ નવ મેચમાં છઠ્ઠી હાર છે અને તે પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાન પર છે. બુધવારે 33મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
Published by: Mrunal Bhojak
First published: September 22, 2021, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading