IPL 2021: કિંગ કોહલીનો અદભૂત રેકોર્ડ, આઇપીએલમાં 6 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી

News18 Gujarati
Updated: April 22, 2021, 11:32 PM IST
IPL 2021: કિંગ કોહલીનો અદભૂત રેકોર્ડ, આઇપીએલમાં 6 હજાર રન બનાવનાર પ્રથમ ખેલાડી

  • Share this:
નવી દિલ્લી: વિરાટ કોહલી (Virat Kholi)એ બેટીંગમાં અનેક રેકોર્ડ તેના નામે કર્યા છે. તેણે આઇપીએલમાં (IPL 2021) માં હાલની સિઝનમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે. તેણે આઇપીએલમાં 6 હજાર રન પૂરા કર્યા છે. રાજસ્થાન સામેની મેચમાં તેણે અણનમ 72 રન કર્યા હતા અને આ સાથે જ તેણે 6000 રનનો આંકડો પણ ક્રોસ કરી લીધી છે.

લીગની આ વિરાટ કોહલીની 196 મી મેચ છે. તેણે 38 ની રનરેટથી રન બનાવ્યા છે. 5 સદી અને 40 અડધી સદી ફટકારી છે. ટી 20ની વાત કરીએ તો હજી સુધી કોઈ ભારતીય ખેલાડી 10 હજાર રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. વિરાટ કોહલી 9802 રન સાથે સૌથી વધુ રન બનાવનાર છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્મા 9203 રન સાથે બીજા ક્રમે છે. તેને વર્તમાન સીઝનમાં 10,000 રનનો આંકડો સ્પર્શ કરવો મુશ્કેલ છે.

ICC T20I Ranking: બાબર આઝમનો વનડે બાદ હવે ટી20 રેન્કમાં દબદબો, ફિન્ચને પાછળ છોડ્યો



જો ટી -20 ના રેકોર્ડ પર નજર કરીએ તો વિશ્વના ફક્ત ત્રણ ખેલાડીઓ જ 10 હજાર કે તેથી વધુ રન બનાવી શકશે. આ મામલામાં વિન્ડિઝના ક્રિસ ગેલ ટોચ પર છે. તેણે 13,796 રન બનાવ્યા છે. તેણે 22 સદી અને 86 અડધી સદી ફટકારી છે. કૈરન પોલાર્ડ 10,678 રન સાથે બીજા ક્રમે છે, જ્યારે પાકિસ્તાનના શોએબ મલિક 10,488 રન સાથે ત્રીજા ક્રમે છે. ગેલ આઈપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમે છે જ્યારે પોલાર્ડ મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમે છે. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર આઇપીએલની વર્તમાન સીઝનમાં 10000 રનનો આંકડો સ્પર્શ કરી શકે છે. તેના 9954 રન છે. એટલે કે, તેને ફક્ત 46 રન બનાવવાનું છે.

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની વાત કરીએ તો વિરાટ કોહલી પ્રથમ નંબરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સુરેશ રૈના 5448 રન સાથે બીજા અને શિખર ધવન 5428 રન સાથે ત્રીજા ક્રમે છે. આટલું જ નહીં, વિરાટની ટીમ બેંગ્લોર 13 સીઝનમાં એક વાર પણ ખિતાબ જીતી શકી નથી. કોહલી આ વખતે પણ આ દુષ્કાળનો અંત લાવવા માંગશે.
Published by: kuldipsinh barot
First published: April 22, 2021, 11:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading