IPL 2022: હાર્દિક પંડ્યા ટીમમાંથી થયો હતો બહાર, ફિટનેસ પર થઇ રહ્યા હતા સવાલ, હવે ચેમ્પિયન બનીને બહાર આવ્યો


Updated: May 30, 2022, 10:00 AM IST
IPL 2022: હાર્દિક પંડ્યા ટીમમાંથી થયો હતો બહાર, ફિટનેસ પર થઇ રહ્યા હતા સવાલ, હવે ચેમ્પિયન બનીને બહાર આવ્યો
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) રેકોર્ડ પાંચમી વખત IPLનો (IPL 2022 Winner) ટાઇટલ જીત્યું છે (તસવીર - બીસીસીઆઈ)

IPL 2022 Final - હાર્દિક પંડ્યાએ ફક્ત બેટથી જ નહીં પરંતુ બોલથી પણ અદભૂત પ્રદર્શન કરીને ટિકાકારોની બોલતી બંધ કરી

  • Share this:
નવી દિલ્હી : હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) રેકોર્ડ પાંચમી વખત IPLનો (IPL 2022 Winner) ટાઇટલ જીત્યું છે. IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans Won IPL 2022) રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું. પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતની (Gujarat Titans)ટીમે પ્રથમ વખત ટી20 લીગમાં પ્રવેશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનની ટીમ મેચમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય તેણે 34 રન બનાવ્યા હતા. આ સાથે તે IPL ફાઇનલમાં 3 વિકેટ અને 30થી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બન્યો છે. અગાઉ 2008માં યુસુફ પઠાણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે આમ કર્યું હતું. ત્યાર બાદ ટીમે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું.

હાર્દિક પંડ્યા 7-8 મહિના માટે થોડા ખરાબ પ્રદર્શનના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. ગયા વર્ષે યોજાયેલા ટી20 વર્લ્ડ કપમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. કારણ કે તે સંપૂર્ણપણે ફિટ ન હતો. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન પણ સારું રહ્યું ન હતું અને ટીમ પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. જે બાદ પંડ્યાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેની ફિટનેસ પર સવાલો ઉઠવા લાગ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે શું તે હવે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે કે કેમ. કારણ કે તેને સર્જરી કરાવવાની હતી. જે બાદ તે સીધો IPLમાં ગયો. અહીં તેણે માત્ર બેટથી જ નહીં, પરંતુ બોલથી પણ અદભૂત પ્રદર્શન કરીને બધાને બોલતી બંધ કરી દીધી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સે પણ તેને ટીમમાં રાખ્યો ન હતો. આ પછી ગુજરાતની ટીમે તેને પોતાનો કેપ્ટન બનાવ્યો હતો.

આ પણ વાંચો - ઉમરાન મલિક બન્યો ઇમર્જિંગ પ્લેયર, જાણો કયા ખેલાડીએ જીત્યો કયો એવોર્ડ

ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો હાર્દિક

હાર્દિક પંડ્યાને ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ પરથી તેના પ્રદર્શન વિશે અંદાજ લગાવી શકાય છે. તેણે ટૂર્નામેન્ટમાં ટીમ માટે સૌથી વધુ 487 રન બનાવ્યા હતા. તેણે 44ની એવરેજ અને 4 અડધી સદી ફટકારી છે. સ્ટ્રાઈક રેટ 131 રહ્યો હતો. આ સિવાય તેણે 8 વિકેટ પણ લીધી હતી. તે પોતાની ડેબ્યૂ સિઝનમાં IPL ટ્રોફી જીતનાર ત્રીજા કેપ્ટન છે. આ પહેલા શેન વોર્ને 2008માં રાજસ્થાન માટે જ્યારે રોહિત શર્માએ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સિદ્ધિ મેળવી હતી.

હાર્દિકે પાંચમી વખત ટાઇટલ જીત્યુંહાર્દિક પંડ્યાએ 5મી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અગાઉ તે 2015, 2017, 2019 અને 2020માં મુંબઈ માટે ચેમ્પિયન બન્યો હતો. સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલામાં તે રોહિત શર્માથી પાછળ છે. તેણે 6 ટાઇટલ જીત્યા છે. કિરોન પોલાર્ડ અને અંબાતી રાયડુ પણ 5-5 આઈપીએલ ટાઈટલ જીતી ચૂક્યા છે. બીજી તરફ વિરાટ કોહલી અત્યાર સુધી આઈપીએલ ટાઈટલ જીતી શક્યો નથી. કોહલી 2008થી આઈપીએલ રમી રહ્યો છે.

સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરતા હરભજન સિંહે કહ્યું કે વર્તમાન IPL સિઝનમાં માત્ર કોઇ બીજો પંડ્યા જ જોવા મળ્યો હતો. તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈજાના સમયે તેને ઘરેથી ઘણો સપોર્ટ મળ્યો હતો. જેના કારણે તે મેદાન પર આવું કરવામાં સફળ રહ્યો હતો.
First published: May 30, 2022, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading