જસપ્રીત બુમરાહ દક્ષિણની એક્ટ્રેસ સાથે લગ્ન કરશે? બંનેએ સાથે લીધો કામથી બ્રેક, આ છે પુરાવો

News18 Gujarati
Updated: March 4, 2021, 1:02 PM IST
જસપ્રીત બુમરાહ દક્ષિણની એક્ટ્રેસ સાથે લગ્ન કરશે? બંનેએ સાથે લીધો કામથી બ્રેક, આ છે પુરાવો
જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ચર્ચાનું બજાર ગરમ

જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેશ્વરન ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ચર્ચાનું બજાર ગરમ

  • Share this:
અમદાવાદ. ટીમ ઈન્ડિયા (Team India)ના પેસર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) પોતાની ધારદાર બોલિંગ માટે જાણીતો છે. દિગ્ગજ બોલરને લઈ અહેવાલ છે કે તે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. હાલમાં મળતી જાણકારી મુજબ બુમરાહે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)ને થોડા દિવસની રજાઓની માંગણી કરી હતી અને તેને રિલીઝ કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. બુમરાહે પોતાના અંગત કારણોથી ચોથી ટેસ્ટમાં સામેલ ન થવાને લઈ અરજી કરી હતી. ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે કદાચ તે પોતાની ઈજાના કારણે થોડા દિવસ લીવ પર રહેશે પરંતુ હવે બીજી જ વાત સામે આવી છે.

BCCIના અધિકારીએ બુમરાહના લગ્નનો કર્યો ખુલાસો


બુમરાહને લઈ BCCIના અધિકારીનું નિવેદન આવ્યું છે કે જેમાં તેઓએ બુમરાહના લગ્નની વાતનો ખુલાસો કર્યો છે. BCCIના અધિકારી અનુસાર, બુમરાહ હાલમાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે અને તેથી તે રજાઓ પર રહેશે. તેમણે જણાવ્યું કે આ સપ્તાહ સુધી વૈવાહિક બંધનમાં બંધાઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે બુમરાહની લીવ બાદ દક્ષિણ ભારતીય એક્ટ્રેસ અનુપમા પરમેશ્વરન (Anupama Parameswaran) પણ વેકેશન પ્લાન કરી ચૂકી છે. આ વાતની જાણકારી અનુપમાએ જાતે પોતાના સોશિયલ એકાઉન્ટ પર શૅર કરી છે. અભિનેત્રી અનુપમા અને બુમરાહ એક સાથે કામથી બ્રેક લેતા એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.


આ પણ વાંચો, India vs. England: અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આવું કરનારો દુનિયાનો બીજો બોલર બન્યોનોંધનીય છે કે, 25 વર્ષીય અનુપમા તેલુગુ અને મલયામલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને તે ટોલીવુડની ખૂબ જાણીતી અભિનેત્રી છે. અનુપમાનું નામ ઘણા લાંબા સમયથી બુમરાહ સાથે જોડવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા બંને ડેટિંગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા.


પરંતુ બુમરાહ અને અનુપમાએ ક્યારેય પોતાના સંબંધોને લઈ કોમેન્ટ નહોતી કરી. એવામાં હવે એ વાતની પુષ્ટિ નથી થઈ કે અનુપમા અને બુમરાહ બંને લગ્નગ્રંથીથી જોડાશે. બીજી તરફ બંને એક સાથે રજા લેતાં સોશિયલ મીડિયા પર ચોક્કસ એવી વાતો વહેતી થઈ છે કે કદાચ હવે બુમરાહ દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુપમાને પોતાની દુલ્હનિયા બનાવશે.

આ પણ વાંચો, નોકરીયાત વર્ગ માટે રોકાણ કરવાના 4 શ્રેષ્ઠ વિકલ્પ, થશે વધારે ફાયદો

અનુપમાએ મંગળવાર (2 માર્ચે) એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી અને કેપ્શનમાં લખ્યું, હેપી હોલીડે ટૂ મી. તેની સાથે જ તેણે હસતી ઇમોજી પણ શૅર કરી. આ દરમિયાન બુમરાહે પણ બીસીસીઆઇથી રિલીઝ કરવાની વિનંતી કરી હતી. જોકે, આ વાતની કોઈ અધિકૃત પુષ્ટિ નથી થઈ શકી.
Published by: Mrunal Bhojak
First published: March 4, 2021, 1:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading