DC vs KKR IPL 2021: કોલકાતાએ ત્રણ વિકેટે મેચ જીતી, પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર

News18 Gujarati
Updated: September 28, 2021, 7:17 PM IST
DC vs KKR IPL 2021: કોલકાતાએ ત્રણ વિકેટે મેચ જીતી, પોઈન્ટ ટેબલમાં નંબર 4 પર
કોલકાતાએ ટોલ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તસવીર- iplt20.com

IPL 2021, Kolkata Knight Riders vs Delhi Capitals Live Cricket Score: IPL 2021 ની 41 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી છે. KKRના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: આઈપીએલની 41 મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) દિલ્હી કેપિટલ્સને (DC) 3 વિકેટે હરાવી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા KKR સામે 128 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. KKR ની ટીમે નીતિશ રાણા અને સુનીલ નારાયણની વિસ્ફોટક બેટિંગથી 18.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. નરેને 10 બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જ્યારે નીતીશ રાણા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આઈપીએલના પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ હજુ બીજા નંબરે છે, જ્યારે કેકેઆર 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

IPL 2021, Kolkata Knight Riders vs Delhi Capitals Live Cricket Score


  • 18.2માં કોલકાતાએ મેચ જીતી લીધી અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી. 

  • 18મી ઓવરમાં ટિમ સાઉથી 3 રન કરીને આઉટ થયો હતો.

  • 16મી ઓવરના પાંચમાં બોલ પર સુનીલ નારાયણ 21 રન કરીને આઉટ થયો હતો.
  • 14મી ઓવરના પાંચમાં બોલ પર દિનેશ કાર્તિક આઉટ થયો હતો.

  • 12મી ઓવરના બીજા બોલ પર કોલકાતાનો કેપ્ટન મોર્ગન શૂન્ય પર આઉટ થયો હતો.

  • 11મી ઓવરમાં રબાડાના બોલ પર શુભમન ગીલ 30 રન કરીને આઉટ થયો હતો.

  • 5મી ઓવરના પાંચમા બોલ રાહુલ ત્રિપાઠી 9 રન કરીને આઉટ થયો હતો.

  • વેંકટેશ ઐયર ચોથી ઓવરના ત્રીજા બોલ પર લલિત યાદવનો શિકાર થયો 

  • 20 ઓવરના અંતે દિલ્હીએ 9 વિકેટ ગુમાવી 127 રન કર્યા હતા અને કોલકાતાને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

  • 19મી ઓવરના પહેલા બોલ પર અશ્વિન 9 રન કરી આઉટ થયો અને ત્રીજા બોલ પર રિષભ પંત 39 રન કરીને આઉટ થયો અને છેલ્લા બોલ પર આવેશ ખાન પણ આઉટ થયો હતો.

  • વેંકટેશ ઐયરની 15મી ઓવરના પાંચમા બોલ પર અક્ષર પટેલ 0 રન કરીને આઉટ થયો હતો.

  • સુનીલ નારાયણની 14મી ઓવરના ત્રીજા બોલ પર લલિત યાદવ પણ આઉટ થયો હતો.

  • વેંકટેશ ઐયરની 13મી ઓવરના પાંચમા બોલ પર શિમરન હૈટમાયર 4 રન કરીને આઉટ થયો હતો.

  • લોકી ફર્ગ્યુસનની 12મી ઓવરના બીજા બોલ પર સ્વિટ સ્મિથ 39 રન કરીને આઉટ થયો હતો.

  • સુનિલ નારાયણની છઠ્ઠી ઓવરમાં શ્રેયસ ઐયર 1 રન કરીને આઉટ થયો હતો.

  • 4થી ઓવરના છેલ્લા બોલ પર શિખર ધવન 24 રન કરીને આઉટ થયો હતો.

  • કોલકતા નાઈટ રાઈડર્સએ પહેલા ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને દિલ્હી કેપિટલ્સને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.


દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ 11 (Delhi Capitals ) : શિખર ધવન, સ્ટીવ સ્મિથ, શ્રેયસ ઐયર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, લલિત યાદવ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, એનરિક નોર્કિયા, કાગીસો રબાડા અને અવેશ ખાન.

કોલકાતા નાઇટ રાઇડર્સ પ્લેઇંગ 11 (Kolkata Knight Riders): શુભમન ગિલ, વેંકટેશ ઐયર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, ટિમ સાઉથી, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર અને લોકી ફર્ગ્યુસન.
Published by: kuldipsinh barot
First published: September 28, 2021, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading