શું એમએસ ધોનીની પત્ની સાક્ષી પ્રેગ્નેટ છે? ટ્વિટર પર કરવામાં આવી રહી છે અટકળો

News18 Gujarati
Updated: October 16, 2021, 8:23 PM IST
શું એમએસ ધોનીની પત્ની સાક્ષી પ્રેગ્નેટ છે? ટ્વિટર પર કરવામાં આવી રહી છે અટકળો
સાક્ષી ધોની અને એમએસ ધોની (તસવીર - સોશિયલ મીડિયા)

Sakshi Dhoni News: સોશિયલ મીડિયા પર પ્રશંસકો અંદાજો લગાવી રહ્યા છે કે ધોનીની પત્ની સાક્ષી ફરી માતા બનવાની છે અને 2022માં ધોની અને સાક્ષીના ઘરે બીજો નાનો મહેમાન આવવાનો છે

  • Share this:
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં (IPL 2021 Final) કોલકાતા નાઇટ રાઇડર્સને (KKR)હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ચોથી વખત આઈપીએલમાં (IPL 2021) ચેમ્પિયન બન્યું છે. ચેન્નાઈની જીત પછી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના પરિવારોએ મેદાન પર આવીને જીતની ખુશી મનાવી હતી. આ દરમિયાન સીએસકેના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની (MS Dhoni) પત્ની સાક્ષી (Sakshi Dhoni)અને પુત્રી ઝીવા (Ziva)પણ મેદાનમાં આવ્યા હતા અને જીતને સેલિબ્રેટ કરી હતી. સાક્ષીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ પછી પ્રશંસકો ધોની અને સાક્ષી બીજી વખત માતા-પિતા બનવાના છે તેવો અંદાજ લગાવી (Sakshi Dhoni Pregnancy Rumours)રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પ્રશંસકો અંદાજો લગાવી રહ્યા છે કે ધોનીની પત્ની સાક્ષી ફરી માતા બનવાની છે અને 2022માં ધોની અને સાક્ષીના ઘરે બીજો નાનો મહેમાન આવવાનો છે. ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની અટકળો ચાલી રહી છે. જોકે આ વાતની પૃષ્ટી થઇ નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે કે સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ સાક્ષીના માતા બનવાની પૃષ્ટી કરી છે અને તે ચાર મહિનાની પ્રેગ્નેટ છે. જોકે પ્રિયંકા રૈના, સાક્ષી કે ધોની તરફથી અત્યાર સુધી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ ટીમ સાથે યૂએઈના પ્રવાસે હતી અને સીએસકેની બધી મેચોમાં તે સતત પોતાની ટીમને ચિયર કરતા જોવા મળ્યા હતા. ધોનીની પત્ની સાક્ષી અને પુત્રી ઝીવા સીએસકેની બધી મેચોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાક્ષી ધોનીના કપડાને જોઈને પ્રશંસકો આ પ્રકારની અટકળો કરી રહ્યા છે.

આ પણ વાંચો - IPL Champion 2021: ધોનીના મતે IPL જીતવાની ખરી હકદાર ટીમ આ હતી, જાણો શું કહ્યું માહીએ

સોશિયલ મીડિયા પર પ્રશંસકો અંદાજો લગાવી રહ્યા છે કે ધોનીની પત્ની સાક્ષી ફરી માતા બનવાની છે


સોશિયલ મીડિયા પર પ્રશંસકો અંદાજો લગાવી રહ્યા છે કે ધોનીની પત્ની સાક્ષી ફરી માતા બનવાની છે


ચેન્નાઈ ચોથી વખત ચેમ્પિયન

ફાફ ડુ પ્લેસિસના (Faf du Plessis )86 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings)આઈપીએલ-2021ની ફાઇનલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)સામે 27 રને વિજય મેળવ્યો (Chennai Super Kings won by 27 runs)હતો. સીએસકેની ટીમ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે. આ પહેલા 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું કેકેઆરનું સપનું રોળાયું છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા.
Published by: Ashish Goyal
First published: October 16, 2021, 8:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading