Indian Test Captain: ટેસ્ટ કેપ્ટન બનવામાં Rohit sharma સામે શું છે પડકાર? પૂર્વ ક્રિકેટરે કહ્યુ આવું
Updated: January 17, 2022, 3:39 PM IST
Rohit-Sharma-test Captainship : રોહિત શર્માને તમામ ફોર્મેટની જવાબદારી મળશે કે નહીં પૂર્વ ક્રિકેટરનું આ છે અનુમાન
New Test Captain of India : વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવામાં નિષ્ફળતાથી ખૂબ જ દુઃખી હોવાનું જાણવા મળે છે અને તેથી જ તેણે 24 કલાકની અંદર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, સૂત્રોનું માનવું છે કે, વિરાટ કોહલીએ BCCIને અગાઉ જ જાણ કરી દીધી હતી.
India new Test Captain : વિરાટ કોહલી (Virat kohli)એ 15 જાન્યુઆરીએ અચાનક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન (Indian Test Captain) પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. વિરાટ કોહલીએ અચાનક આવો નિર્ણય કેમ લીધો તે કોઈને સમજાયું નહીં.
વિરાટ કોહલી સાઉથ આફ્રિકામાં શ્રેણી જીતવામાં નિષ્ફળતાથી ખૂબ જ દુઃખી હોવાનું જાણવા મળે છે અને તેથી જ તેણે 24 કલાકની અંદર રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જોકે, સૂત્રોનું માનવું છે કે, વિરાટ કોહલીએ BCCIને અગાઉ જ જાણ કરી દીધી હતી.
પંત-રાહુલ કે રોહિતભારતના આગામી ટેસ્ટ કેપ્ટન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અત્યારે તેના વિશે માત્ર અટકળો જ કરવામાં આવી રહી છે. ભૂતપૂર્વ ખેલાડીઓની વાત કરીએ તો બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા છે, કેટલાક રોહિત શર્માનું નામ સૂચવી રહ્યા છે, તો કેટલાક રિષભ પંતનું સૂચન કરે છે. કેટલાકે કેએલ રાહુલ પર પણ વિશ્વાસ દર્શાવ્યો છે.
રોહિત શર્મા જ મોખરે
કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા મોખરે છે. પરંતુ તેમાં ઘણી મુશ્કેલીઓ પણ છે. જે અંગે ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા એ વાત કરી છે. આકાશ ચોપરાનું માનવું છે કે ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસમાં રોહિત શર્મા મોખરે છે. કારણ કે હવે તે ટી-20, વન ડે ટીમનો કેપ્ટન છે. છેલ્લું વર્ષ તેના માટે ટેસ્ટમાં શાનદાર રહ્યું છે.
આ પણ વાંચો : Virat Kohli Captaincy: વિરાટ કોહલીનો અનુગામી કોણ? રોહિત શર્માથી લઈ જસપ્રીત બુમરાહ સુધી આ છે ઓપ્શન
હેમસ્ટ્રિંગની સમસ્યા
અલબત્ત રોહિત શર્માની ફિટનેસ પર આકાશ ચોપરાએ સવાલ ઉઠાવ્યા હતા. પોતાની યુટ્યુબ ચેનલમાં તેમણે કહ્યું કે, રોહિત શર્મા સૌથી સ્પષ્ટ વિકલ્પ લાગે છે. કારણ કે તે હાલમાં વન ડે અને ટી-20નો કેપ્ટન છે અને છેલ્લા એક વર્ષ તેના માટે ટેસ્ટમાં જબરદસ્ત રહ્યું છે. પરંતુ તેની ફિટનેસ અંગે ગંભીર પ્રશ્નો છે કારણ કે તેને 2020થી હેમસ્ટ્રિંગની સમસ્યા છે. આમ તો તે ઠીક લાગે છ, પરંતુ શું તે ફિટ રહી શકશે?
આ પણ વાંચો : IND vs SA ODI Series: 19મીથી શરૂ થશે ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ODI સિરીઝ, જાણો ટીમથી લઈ જીવંત પ્રસારણ વિશે
ફિટનેસનો પ્રશ્ન
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા ફિટનેસને કારણે 2020ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ખૂબ મોડો પડ્યો હતો. ઈજાને કારણે તે સાઉથ આફ્રિકાનો પ્રવાસ પણ ચૂકી ગયો હતો. આવા કારણસર રોહિત શર્માને લઈને સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ કે એ રાહુલ અને યુવા ક્રિકેટર રિષભ પંતને જવાબદારી સોંપવાનું પણ સૂચન થયું છે.
First published:
January 17, 2022, 3:39 PM IST