ભારતીય હોકી ટીમના કેપ્ટન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી વાત, કહ્યુ- ‘તમે ઈતિહાસ રચ્યો’

News18 Gujarati
Updated: August 5, 2021, 3:29 PM IST
ભારતીય હોકી ટીમના કેપ્ટન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી વાત, કહ્યુ- ‘તમે ઈતિહાસ રચ્યો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

પીએમ મોદીએ ઓલમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમની જીતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું કે આજનો દિવસ દરેક ભારતીયની યાદોમાં રહેશે

  • Share this:
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીતનારી ભારતીય હોકી ટીમ (Indian Hockey Team)ના કેપ્ટન મનપ્રીત સિંહ (Manpreet Singh) સાથે ફોન પર વાત કરી છે. વડાપ્રધાને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ, મુખ્ય કોચ ગ્રાહમ રીડ અને સહાયક કોચ પીયૂષ દુબે સાથે ફોન પર વાત કરી અને ટીમ ઈન્ડિયાને બ્રોન્ઝ મેડલ જીતવા માટે શુભકામનાઓ આપી. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ, વડાપ્રધાન મોદીએ મનપ્રીત સિંહને કહ્યું કે, તમે ઈતિહાસ રચ્યો છે. વડાપ્રધાને મનપ્રીત સિંહને કહ્યું કે, આજે તેમનો અવાજ બુલંદ લાગી રહ્યો છે, જ્યારે બેલ્જિયમ સામે હાર બાદ તે વાત નહોતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મનપ્રીત સિંહે ભારતીય ટીમનો સતત જુસ્સો વધારવા માટે વડાપ્રધાનનો આભાર માન્યો. આ પહેલા પીએમ મોદીએ ઓલમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમની જીતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું કે આજનો દિવસ દરેક ભારતીયની યાદોમાં રહેશે.

આ પણ વાંચો, India vs Germany, Hockey Highlights: ભારતીય હોકી ટીમે રચ્યો ઈતિહાસ, જર્મનીને 5-4થી હરાવી જીત્યો બ્રોન્ઝ મેડલભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ- વડાપ્રધાન મોદી

ભારતીય ટીમને જીતની શુભકામનાઓ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતને પોતાની હોકી ટીમ ગર્વ છે. ભારતે એક રોમાંચક મેચમાં જર્મનીને 5-4થી પરાજિત કરીને ઓલમ્પિકમાં 41 વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો. વડાપ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે, ઐતિહાસિક! આજનો દિવસ દરેક ભારતીયની યાદોમાં રહેશે. બ્રોન્ઝ મેડલ ભારત લાવવા પર પુરૂષ હોકી ટીમને શુભકામનાઓ. આ ઉપલબ્ધિથી તેઓએ સમગ્ર દેશને, ખાસ કરીને યુવાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.

આ પણ વાંચો, Tokyo Olympics: નીરજ ચોપડા ગ્રુપમાં નંબર-1 રહ્યો, મેડલથી ખૂબ નજીક, જાણો ક્યારે ઉતરશે ગોલ્ડના મુકાબલામાં

નોંધનીય છે કે, 8 વારની ઓલમ્પિક ચેમ્પિયન અને દુનિયાની ત્રીજા નંબરની ભારતીય હોકી ટીમ એક સમયે 1-3થી પાછળ થઈ થઈ હતી પરંતુ દબાણમાંથી બહાર આવીને 8 મિનિટમાં 4 ગોલ કરીને જીત નોંધાવવામાં સફળ રહી. ભારત માટે સિમરનજીત સિંહ (17મી મિનિટ અને 34મી મિનિટ)એ બે જ્યારે હાર્દિક સિંહ (27મી મિનિટ), હરમનપ્રીત સિંહ (29મી મિનિટ) અને રૂપિંદર પાલ સિંહે એક-એક ગોલ કર્યો. ભારતીય ટીમે 1980 મોસ્કો ઓલમ્પિકમાં પોતાના 8 ગોલ્ડ મેડલમાંથી છેલ્લો મેડલ જીત્યાના 41 વર્ષ બાદ ઓલમ્પિકમાં મેડલ જીત્યો છે.
Published by: Mrunal Bhojak
First published: August 5, 2021, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading