Rishabh Pant Accident: પંત ICUમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ, પરંતુ આ કારણે નથી કરી શકતો આરામ

News18 Gujarati
Updated: January 2, 2023, 12:47 PM IST
Rishabh Pant Accident: પંત ICUમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ, પરંતુ આ કારણે નથી કરી શકતો આરામ
ભારતીય સ્ટાર ક્રિકેટર ઋષભ પંત શુક્રવારે કાર દુર્ઘટનાનો શિકાર થયો હતો.

Rishabh Pant Car Accident: રિષભ પંતની કારનો ભયાનક અકસ્માત થયો હતો પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યો હતો જ્યાં તેની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી હતી. હવે તેની હેલ્થને લઈને નવી વિગતો સામે આવી રહી છે. પંતને ICUમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર રિષભ પંતના સ્વાસ્થયમાં સુધાર આવી રહ્યો છે. પાછલા શક્રવારે તેની કારને ભયંકર અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ પંતની કારમાં આગ પણ લાગી ગઈ હતી. ક્રિકેટરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની ICUમાં સારવાર કર્યા બાદ તેની તબીયત સુધારા પર જણાતા તેને પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પંત લગભગ 48 કલાક સુધી ICUમાં રહ્યો હતો અને BCCI દ્વારા પણ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે. તેને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવી શકે છે. પરિવારનું કહેવું છે કે લોકો સતત તેને મળવા માટે આવી રહ્યા છે જેના કારણે તેને આરામ કરવાનો સમય મળતો નથી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ્સ પ્રમાણે રિષભ પંત ભારતીય ટીમનો મોટો ખેલાડી છે માટે તેને મળવા માટે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જેના કારણે તેને પુરતો આરામ કરવા મળતો નથી. પંતની સારવાર કરી રહેલી મેડિકલ ટીમમાંથી એક ડૉક્ટરે જણાવ્યું કે ક્રિકેટર માનસિક અને શારીરિક રીતે સાજા થવા માટે આરામની જરુર છે. ઈજાના કારણે હજુ પણ તે પીડામાં છે. તેને મળવા માટે આવતા લોકો સાથે તે વાત કરી રહ્યો છે જેના કારણે તેની રિકવરીમાં સમય લાગી રહ્યો છે. આવામાં લોકોએ તેને આરામ મળી રહે તેના પ્રયાસ કરવા જોઈએ.

આ પણ વાંચોઃ ક્રિકેટરોના આ ટોટકા, કોઈ તાવીજ બાંધે તો કોઈ રૂમાલ રાખે છે

કોઈ તેનું ધ્યાન રાખનારું નથી
એક અન્ય મેડિકલ સ્ટાફે જણાવ્યું છે કે પંતને મળવા માટે આવનારા લોકો માટે કોઈ સમય નિશ્ચિત રખાયો નથી. સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દીને મળવા આવવાનો સમય સવારે 11થી 1 વાગ્યાનો છે અને સાંજે 4થી 5 વાગ્યાનો છે. આ સિવાયના સમયમાં કોઈ દર્દીને મળી શકતું નથી. નોંધનીય છે કે પાછલા દિવસોમાં બોલિવૂડ નેતા અનુપમ ખેર અને અનિલ કપૂર પણ પંતને મળવા માટે પહોંચ્યા હતા.

પંતને માથામાં થતા પગના ભાગે ઈજાઓ થઈ છે અને તે હજુ યુવા ખેલાડી છે માટે તેનું કરિયર હજુ ઘણું બાકી છે. આવામાં તેની સારવારમાં ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. માટે જ તેને આગામી સમયમાં યોગ્ય સારવાર મળી રહે તે માટે મુબઈની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. આમ થવાથી BCCI પર તેની યોગ્ય રીતે કાળજી લઈ શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Published by: Tejas Jingar
First published: January 2, 2023, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading