નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમાનાર આગામી સિરીઝ માટે ટીમની પસંદગી કરવામાં આવી છે. ભારતના પ્રવાસ પર કિવી ટીમ પહેલા વન-ડે અને પછી ટી-20 સિરીઝ રમશે. બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ મેચો રમાશે. આ સિરીઝ માટે પસંદગીકારો દ્વારા પસંદ કરાયેલી ટીમમાં બે સ્ટાર ખેલાડીઓના નામ સામેલ નથી. બંને ખેલાડીઓને ન્યુઝીલેન્ડ સામે રજા આપવામાં આવી છે.
શુક્રવારે રાત્રે ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટી-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર પૃથ્વી શૉને ટી-20 ટીમમાં વાપસીની તક આપવામાં આવી છે. ત્યાં જ બે સ્ટાર્સ ખેલાડી કેએલ રાહુલ અને અક્ષર પટેલ, જેમણે અંગત કારણોસર રજા માંગી હતી, તેમને પસંદગીકારોએ ટીમમાંથી બહાર રાખ્યા છે. વન-ડે અને ટી-20 શ્રેણીની જાહેરાત કરતા એક ખાસ સંદેશમાં BCCIએ કહ્યું કે બંને ખેલાડીઓ પારિવારિક પ્રતિબદ્ધતાને કારણે ટીમની પસંદગી માટે ઉપલબ્ધ નથી.
કેએલ રાહુલ લગ્ન કરવાનો છેભારતીય ટીમનો ઓપનર કેએલ રાહુલ જે આ દિવસોમાં વન-ડેમાં વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે તે આ મહિને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તે બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીની દીકરી આથ્યા શેટ્ટી સાથે સાત ફેરા લેવાનો છે. મળતી માહિતી મુજબ તેમના લગ્નની તારીખ 23 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: મહેસાણા બાદ વડોદરામાં પણ દોરીથી ગળું કપાતા યુવાનનું મોત
રાહુલ અને અક્ષરે મેચ બચાવી હતીશ્રીલંકા સામેની બીજી વન-ડેમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. 216 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમે 86 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. કેએલની અણનમ 64 રનની ઇનિંગે ટીમને જીત તરફ દોરી હતી. અક્ષરે 21 બોલમાં 21 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. 4 વિકેટના વિજય સાથે ભારતે સિરઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવી લીધી છે.
ન્યુઝીલેન્ડ સામે ભારતની ટી-20 ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા (વિકેટમેન), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો, મુકેશ કુમાર
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની ટી-20 અને વન-ડે ટીમની જાહેરાત
(નોંધ: કેએલ રાહુલ અને અક્ષર પટેલ અંગત કારણોસર પસંદગી માટે ઉપલબ્ધ ન હતા)
ન્યુઝીલેન્ડ સામે ભારતની વન-ડે ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ. મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.