T20 World cup : ધોકા મારી મારીને તોડી નાખ્યું TV, ભારતની હાર સહન કરી શક્યા ચાહક- Viral Video

News18 Gujarati
Updated: October 25, 2021, 12:49 PM IST
T20 World cup : ધોકા મારી મારીને તોડી નાખ્યું TV, ભારતની હાર સહન કરી શક્યા ચાહક- Viral Video
ભારત પાકિસ્તાન મેચ બાદ તૂટ્યા ટીવી

IND VS PAK: T20 World Cupમાં ભારત પાકિસ્તાનની મેચ બાદ ભારતની હાર સહન ન કરી શકતા ફારબિસગંજમાં ટીવીને જમીનમાં પછાડી પછાડી તોડ્યું

  • Share this:
IND VS PAK :  ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે દુબાઈમાં ટી20 વર્લ્ડકપ (T20 World Cup-2021)ની સુપર-12 ની પહેલી જ મેચમાં ભારતની કારમી હાર થઈ છે. (INDVSPAK) સામાન્ય રીતે આવી મેચ પછી પાકિસ્તાન હારી જતું અને પાકિસ્તાનમાં ટીવી તૂટતા હતા જોકે, આ વખતે ઈતિહાસ બદલાઈ ગયો છે. પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું અને ભારતની શરમજનક હાર થઈ હતી. જોકે, આ હાર બાદ આ વખતે ભારતમાં ટીવી તૂટ્યું છે. અરરિયાના ફારબિસગંજના છોઆપટ્ટીમાં ભારત પાકિસ્તાનની મેચ બાદ ટીવી તૂટ્યું. ચાહકે જમીન (Fan Broke TV after India Lost to Pakistan Viral Video) પર પછાડી પછાડી અને ટીવી તોડી નાખ્યું અને આ ઘટનાનો વીડિયો (viral Video of Fan Broken TV) સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અરરિયાના ફારબિસગંજના છોટાપટ્ટીમાં સવારથી જ ભારત પાકિસ્તાનની મેચ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ઠેર ઠેર પ્રોજેક્ટર મૂકવામાં આવ્યા હતા અને ક્યાંક ક્યાંક તો ટીવી સેટ પર પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. લોકો ટીમ ઈન્ડિયાની સફળતાની પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, રિઝલ્ટ વિપરીત આવ્યું તો ચાહકો બેકાબૂ બની ગયા

જમીન પર પછાડી પછાડીને તોડ્યું ટીવી

દુબઈમાં પાકિસ્તાનની 10 વિકેટે જીત થઈ ત્યારે ચાહકોનો ગુસ્સો સાતમાં આસમાનને હતો અને ટીવી સેટ સામે બેસેલા યુવાને જમીન પર પછાડી પછાડીને ટીવી તોડી નાખ્યું. ક્રિકેટ ચાહકનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.



બાબર રિઝવાન ભારે પડ્યાકેપ્ટન બાબર આઝમે અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને અણનમ 78 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીના (Virat Kohli) નેતૃત્વમાં ટીમ ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી શકી નથી. હારના પાંચ જવાબદારોની વાત કરીએ તો રોહિત શર્મા, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને સૂર્યકુમાર યાદવ મોખરે હતા.

આ પણ વાંચો : T20 World Cup : શું પંત-ઉર્વશી વચ્ચે સંબંધો ફરી મધુર થયા? રિષભે એક્ટ્રેસનો નંબર કરી દીધો હતો બ્લોક

ટોસમાં હાર, ટીમ સિલેક્શનમાં ભૂલ

વિશ્લેષકોના મતે ભારત ટોસ હાર્યુ ત્યારથી જ નર્વસ હતું. વિરાટ કોહલીએ ટીમ સિલેક્શનમાં ભૂલ કરી હતી. ટીમમાં ઇન્જર્ડ સમાન હાર્દિક પંડ્યા, ત્યારબાદ ભુવેનેશ્વર કુમાર અને સૂર્ય કુમાર યાદવની પસંદગી કરવામાં આવી જ્યારે કે ટીમમાં અશ્વિન, શાર્દુલ ઠાકુર અને ઈશાન કિશનને સ્થાન ન મળ્યું
Published by: Jay Mishra
First published: October 25, 2021, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading