Mohammed Shami: 14 મહીનાની દીકરી ICUમાં હતી તો પણ રમ્યો હતો શામી, 6 વિકેટ લઈ જીતાડી હતી મેચ


Updated: October 26, 2021, 5:01 PM IST
Mohammed Shami: 14 મહીનાની દીકરી ICUમાં હતી તો પણ રમ્યો હતો શામી, 6 વિકેટ લઈ જીતાડી હતી મેચ
મોહમ્દ શામીને ટ્રોલ કરનારા પર સચિન તેંડુલકર પણ નારાજ

T20 World cup : મોહમ્મદ શામીને ટ્રોલ કરનારા પર ખફા થયા ક્રિકેટના ગોડ, ટ્રોલરિયાઓનો તેંડુલકરે લીધો ઉધડો

  • Share this:
પાકિસ્તાન સામે ભારતની હાર બાદ મોહમ્મદ શમી (Mohammed Shami) ટ્રોલર્સના નિશાને છે. ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માં ભારતીય ટીમને પોતાના કટ્ટર પ્રતિદ્વંધી પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો. પાકિસ્તાન સામે ભારત 10 વિકેટથી પરાજીત થયું. આ હાર બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલર્સે શમીના પરફોર્મન્સને ધર્મ સાથે જોડી દીધું છે. આ બાબતની સચિન તેંડુલકરથી લઈને તમામ મોટા ક્રિકેટર્સે કડક શબ્દોમાં તેની નીંદા કરી છે. ટ્રોલર્સ શમીના એ પરફોર્મન્સને ભૂલી ગયા, જ્યારે તેમની 14 મહિનાની બાળકી આઈસીયૂમાં હતી, તે છતા દેશને જીતાડવા માટે શમી મેદાને ઉતર્યા હતા.

આ ઘટના 5 વર્ષ જુની છે. ઓક્ટોબર 2016માં કોલકાતામાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ દરમ્યાન તેમની દીકરીની તબીયત અચાનક બગડી હતી. તેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જોવી સમસ્યાઓને કારણે તેને આઈસીયૂમાં એડમિટ કરવામાં આવી હતી, પણ શમીએ આ મેચ પૂરી કરી હતી. આ મેચમાં શમીએ 6 વિકેટ ઝડપી અને ભારતીય ટીમની જીતમાં તેમની મહત્વની ભૂમિકા હતી. જણાવી દઈએ કે આ મેચની જીતથી ટીમ ટેસ્ટની નંબર 1 ટીમ પણ બની હતી.

ટીમ ઈન્ડિયાને પ્રથમ વખત મળી હાર

રવિવારે યોજાયેલા મેચમાં વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાન સામે ભારતને (India vs Pakistan) હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા રમાયેલા બધા જ 12 મુકાબલાઓમાં ભારતીય ટીમને જીત મળી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુક્સાન પર 151 રન બનાવ્યા હતા, જ્યારે પાકિસ્તાને ભારત દ્વારા આપવામાં આવેલા લક્ષ્યને 17.5 ઓવરમાં કોઈ વિકેટના નુક્સાન વિના પૂર્ણ કર્યો હતો.

શામી અને ટીમ ઈન્ડિયાને ખખડાવનારાઓનો સચિને ઉધડો લીધો

સચિન તેંડુલકરને ક્રિકેટને ભગવાન માનવામાં આવે છે. જોકે, ફક્ત રમત જ નહીં પરંતુ જીવનમાં પણ સચિન હકિકતમાં ક્રિકેટરો માટે પ્રેરણાદાયી છે. આજે જ્યારે ટીમ ઇન્ડિયાને હાર બાદ સમર્થનની જરૂર પડી છે ત્યારે સચિને ટ્વીટર પર ટીમ ઇન્ડિયા અને શામીને ખખડાવનારા લોકોને ઉધડો લીધો છે.આ પણ વાંચો : અમદાવાદ IPL ટીમની માલિક CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, નામ લ્યો એ બધી રમતોમાં ખરીદી છે ટીમ

સચિને લખ્યું કે ક્રિકેટમાં કોઈ પણ ખેલાડીનો ખરાબ દિવસ હોઈ શકે છે, એવી જ રીતે શામીનો પણ આજે ખરાબ દિવસ હતો. હું શામી અને મારી ટીમના સમર્થનમાં છું. અગાઉ સેહવાગ અને ઈરફાન પઠાણ શામીને સમર્થનમાં આવ્યા હતા.  કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ શામીના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતું.કોહલી સિવાય ધબડકો

ભારતીય ટીમમાં વિરાટ કોહલી સિવાય કોઈ અન્ય બેટ્સમેન સારૂ પ્રદર્શન કરી શક્યા નહતા. જણાવી દઈએ કે આ મેચમાં મોહમ્મદ શમી એ 3.5 ઓવરમાં 43 રન આપ્યા હતા. જેને લઈને મેચમાં ભારતની હાર બાદથી જ શમીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો : T20 World Cup IND VS NZ: હાર્દિકની તબિયત અંગે આવ્યા રાહતના સમાચાર, શું 'દશેરાએ ઘોડું દોડશે?'

ભારતીય ટીમ પોતાનો બીજો મુકાબલો 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમશે. સેમીફાઈનલનો રસ્તો ખુલ્લો રાખવા માટે ટીમ માટે આ મેચમાં જીત જરૂરી છે.
First published: October 26, 2021, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading