ઇન્દિરાનગર કા ગુંડા: રાહુલ દ્રવિડની વાયરલ થયેલી જાહેરાત પાછળની કહાનીનો જુઓ Vlog


Updated: April 26, 2021, 1:37 PM IST
ઇન્દિરાનગર કા ગુંડા: રાહુલ દ્રવિડની વાયરલ થયેલી જાહેરાત પાછળની કહાનીનો જુઓ Vlog
કાર સન-રૂફ પર શૂટિંગના સિક્વન્સ માટે બેટ સાથે શૂટિંગ કરી રહેલા દ્રવિડ પાસે જઈને તન્મય કહે છે કે, તમે અહીં ક્રિકેટ માટે છો, બરાબર? બેટ પકડી રાખવો અને શોટ ન રમવું તે અશક્ય છે?

કાર સન-રૂફ પર શૂટિંગના સિક્વન્સ માટે બેટ સાથે શૂટિંગ કરી રહેલા દ્રવિડ પાસે જઈને તન્મય કહે છે કે, તમે અહીં ક્રિકેટ માટે છો, બરાબર? બેટ પકડી રાખવો અને શોટ ન રમવું તે અશક્ય છે?

  • Share this:
ક્રિકેટ જગતમાં રાહુલ દ્રવિડની છાપ શાંત પ્લેયર તરીકેની હતી. લોકોએ તેને ક્યારેક જ ગુસ્સે થતા જોયો હશે. પરંતુ તાજેતરમાં ટીવી અને સોશ્યલ મીડિયા પર જોવા મળેલી CREDની જાહેરાતમાં રાહુલ દ્રવિડનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. ખૂબ વાઇરલ થયેલી આ જાહેરાત તન્મય ભટ્ટ અને તેના સાથીઓએ કોમેડી આઉટફિટ ઓલ ઇન્ડિયા બકચોદમાં લખી હતી. આ જાહેરાતનો બિહાઇન્ડ ધી સીન વિડીયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં ક્રિકેટર રાહુલ દ્રવિડ સાથે સેટ પર શું થયું તેની ઝલક બતાવવામાં આવી છે. જાહેરાતમાં ક્રિકેટના ‘જેન્ટલમેન’ રાહુલ દ્રવિડ ટ્રાફિક જામમાં ફસાયો હોવાનું બતાવાય છે. રાહુલ પોતે “ઈંદિરાનગર નો ગુંડો” હોવાની વાત કરે છે. આ જાહેરાત લોકોને ખૂબ ગમી છે.

અહીં રાહુલ દ્રવિડના શાંત કેરેક્ટરની તદ્દન વિપરીત દિશા દેખાડવામાં આવી છે. દ્રવિડ બેંગ્લોરના પંકાયેલા બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જામમાં ફસાયેલા દ્રવિડે ભજવેલા પાત્રમાં ખૂબ ગુસ્સો હતો. ગુસ્સે ભરાયેલા દ્રવિડ પોતાનું બેટ પછાડે છે, બેફામ વાણીવિલાસ કરે છે. એકંદરે રાહુલ દ્રવિડને જેન્ટલમેનના સ્થાને ખૂબ ગુસ્સે થયેલ દેખાડવામાં આવે છે.

આ એડમાં દ્રવિડ કાર પર ઇન્દિરાનગર ક ગુંડા હું મેં કહી રાડો પાડતા જોવા મળે છે. રાહુલ દ્રવિડનું આ રૂપ લોકોને અચરજ સાથે આનંદ પણ આપી રહી છે. નિર્માતાઓ દ્વારા આ એડને યુનિક બનાવાઈ છે.

Shrinivas Ramanujan: ભારતે આજના જ દિવસે ગુમાવ્યા હતા દુનિયાના મહાન ગણિતજ્ઞ

તન્મય ભટ્ટે વ્લોગ કરેલી જાહેરાતનો એક વિડીયો હવે તેમની લોકપ્રિય યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો છે. તન્મયે કહ્યું કે “હું, પુનીત અને વિશાલ મોનિટર પર બેઠા હતા અને અમે મજાક કરી હતી કે, જો અમે આ ફૂટેજ અન્ડર -19 ટીમને મોકલીશું તો તેઓ ડરી જશે. મેં આ મજાકની વાત રાહુલને કહી અને તેઓ હસી પડ્યા હતા. ભટ્ટ દ્રવિડની નજીક જતા પહેલા કહે છે કે, “તમે જાણો છો કે મેથ્યુ હેડન ક્વોટ શું છે? જો તમે આક્રમકતા જાણવા માંગતા હોવ તો રાહુલ દ્રવિડની આંખમાં જુઓ. પરંતુ જો કોઈ દ્રવિડની આક્રમકતા જોવા માંગતો હોવ તો તેણે CREDની એડ જોવી જોઈએ.મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

વિડીયોમાં તન્મય અને તેની ટીમ દ્રવિડને ડાઉન ટૂ અર્થ કહી પ્રશંસા કરે છે. દ્રવિડ હંમેશાં વધુ જાણવા માટે ઉત્સુક હોવાનું પણ ઉમેરે છે.

કાર સન-રૂફ પર શૂટિંગના સિક્વન્સ માટે બેટ સાથે શૂટિંગ કરી રહેલા દ્રવિડ પાસે જઈને તન્મય કહે છે કે, તમે અહીં ક્રિકેટ માટે છો, બરાબર? બેટ પકડી રાખવો અને શોટ ન રમવું તે અશક્ય છે? ત્યારે રાહુલે કહ્યું કે, “મારા માટે અસંભવ છે. હું હંમેશા મારી ગ્રીપ તપાસતો હોવ છું. ખાસ કરીને હવે હું કોચ છું. તેથી હું તેની ગ્રીપ અને ફીડલ તપાસીશ.



વ્લોગમાં બંને સચિન તેંડુલકર કેવી રીતે બેટ પકડે છે તેની ચર્ચા કરે છે. રાહુલ દ્રવિડ એક સરસ, પોલાઈટ વ્યક્તિ છે. જેમને મળી મને આનંદ થયો છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે, સચિને મને મારું બેટિંગ સ્ટેન્સ કેવી રીતે સુધારવું તે શીખવ્યું હતું. (હું નેટમાં બેટિંગ કરતી વખતે તમામ કાર્ડિયો કરું છું) ક્રિકેટની સમજ શેર કરવા માટે તેમણે રસ દાખવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેનામાં ખૂબ જીજ્ઞાસા હતી.

એડ રિલીઝ થઈ ત્યારે તન્મયે ટ્વિટથી વધુમાં કહ્યું કે, દ્રવિડે પંચલાઈન, ડાયલોગ ડિલિવરી અને કોમેડી લખવા અને ડાયરેક્શન પાછળનો તર્ક અંગે પણ પૂછ્યું હતું. દ્રવિડ ખૂબ લેજન્ડ વ્યક્તિ હોવાનું પણ તન્મયનું કહેવું છે.
First published: April 26, 2021, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading