ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર ખેલાડીઓને એલ્ટ્રોજ કાર ભેટમાં આપશે ટાટા મોટર્સ


Updated: August 13, 2021, 8:52 PM IST
ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહેનાર ખેલાડીઓને એલ્ટ્રોજ કાર ભેટમાં આપશે ટાટા મોટર્સ
ગોલ્ફર અદિતિ ટોક્યો ઓલિમ્પિકમાં ચોથા સ્થાન પર રહી હતી. તસવીર- AP

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં આ વર્ષે ભારતીય ખેલાડીઓનો દેખાવ દર વખત કરતા સારો રહ્યો છે. મેડલ જીતીને લાવનાર ખેલાડીઓ પર ઇનામ અને પ્રોત્સાહનોનો વરસાદ થયો છે. સરકારી અને બિન સરકારી સંગઠનોએ રોકડ કે ભેટની જાહેરાત કરી છે.

  • Share this:
નવી દિલ્લી:  ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)માં આ વર્ષે ભારતીય ખેલાડીઓનો દેખાવ દર વખત કરતા સારો રહ્યો છે. મેડલ જીતીને લાવનાર ખેલાડીઓ પર ઇનામ અને પ્રોત્સાહનોનો વરસાદ થયો છે. સરકારી અને બિન સરકારી સંગઠનોએ રોકડ કે ભેટની જાહેરાત કરી છે. ત્યારે બ્રોન્ઝ મેડલ ચુકી જનાર એટલે કે ચોથા સ્થાને રહેનાર ખેલાડીઓને એલ્ટ્રોજ કાર (altroz car) આપવાની જાહેરાત દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની ટાટા મોટર્સ (TATA Moters) દ્વારા કરાઈ છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ફર અદિતિ અશોક, પહેલવાન દિપક પુનિયા અને મહિલા હોકી ટીમ સહિત ભારતીય ખેલાડીઓ ચોથા સ્થાને રહ્યા હતા. આ ખેલાડીઓને પ્રોત્સાહન આપતી જાહેરાતમાં જણાવાયું છે કે, આ ખેલાડીઓએ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશના અનેક યુવા ખેલાડીઓને રમતમાં આવવાની પ્રેરણા આપી છે.

ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ બિઝનેસના પ્રેસિડેન્ટ શૈલેષ ચંદ્રાએ કહ્યું હતું કે, આપણા ઘણા ખેલાડીઓ પોડિયમ સુધી પહોંચવાની નજીક આવ્યા હતા. તેઓ ભલે મેડલ ચૂકી ગયા હોય, પણ તેમણે પોતાના સમર્પણના કારણે લાખો ભારતીયોના દિલ જીતી લીધા છે અને તેઓ ભારતના આગામી ખેલાડીઓ માટે સાચી પ્રેરણા છે. ભારત માટે આ ઓલિમ્પિક મેડલ અને પોડિયમ પરના ખેલાડીઓ કરતાં વધુ મહત્વનું હતું.

નોંધનીય છે કે, લખનૌ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીએ ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા માટે રૂ. 5 લાખના ઈનામની જાહેરાત કરી હતી. વી પ્લસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ ઉપરાંત ઓલિમ્પિક ચેમ્પિયન્સને અન્ય સુવિધાઓ આપવા અને તેમને સન્માનિત કરવાની પણ જાહેરાત થઈ હતી.

આ પણ વાંચો: 2012માં ભારતને અંડર 19 વર્લ્ડકપ જીતાડનાર આ ખેલાડીએ લીધો ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસ

ભારતે આ વખતે ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ જીત્યા છે. તે પહેલાં 2012માં લંડન ઓલિમ્પિક સમયે ભારતે 6 મેડલ જીત્યા હતા. તે સમયે 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ ખેલાડીઓએ મેળવ્યા હતા. જ્યારે આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભરતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ જીત્યા છે.
Published by: kuldipsinh barot
First published: August 13, 2021, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading