જ્યારે બર્લિન ઑલિમ્પિકમાં મહારાજા સયાજીરાવે મેજર ધ્યાનચંદને બુટ કાઢીને રમવાની સલાહ આપી

News18 Gujarati
Updated: August 8, 2021, 7:16 PM IST
જ્યારે બર્લિન ઑલિમ્પિકમાં મહારાજા સયાજીરાવે મેજર ધ્યાનચંદને બુટ કાઢીને રમવાની સલાહ આપી
બર્લિન ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ સાથે તસવીરમાં વચ્ચે સુટ પહેરાલા મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તસવીર હિસ્ટ્રી ઓફ વડોદરા ઇન્સ્ટાગ્રામ)

Tokyo Olympics 2020 : વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ વર્ષ 1936માં રમાયેલી બર્લિન ઓલિમ્પિક્સમાં જર્મીન ગયા હતા. એ વખતે મેજર ધ્યાનચંદ હોકી ટીમના કેપ્ટન હતા. જાણો જર્મની વખતે રમાયેલી એ મેચમાં શું થયું હતું?

  • Share this:
ભારતની પુરૂષોની (Men's Hockey Team) હોકી ટીમે તાજેતરમાં જ ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) શાનદાર પ્રદર્શન કર્યુ અને બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યો હતો. આ તકે વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) હોકી ટીમ સાથે વાત કરી અને તેમનો હોંસલો બુલંદ કર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ચર્ચાનો વિષય રહ્યા હતા. જોકે, વડોદરા શહેર સાથે ઓલિમ્પિકનો (Olympics) એક એવો ઇતિહાસ જોડાયેલો છે જેમાં સત્તા સ્થાને બિરાજેલા ટોચના વ્યક્તિએ હોકી ટીમનો હોંસલો ફોન પર નહીં પરંતુ રૂબરૂ મેદાન પર જઈને જ બુલંદ કરી દીધો હતો. એટલું જ નહીં આ મહાનુભાવે એ વખતની ટીમને ઘટતી સહાયતા કરી હતી.

આ વિરલ વ્યક્તિત્વને ઓળખાણની કોઈ જરૂર નથી કારણ કે તેઓ છે વડોદરાના રાજવી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (Maharaja Sayajirao Gaekwad) ત્રીજા. મહારાજા સયાજીરાવ વર્ષ 1936માં જર્મનીના બર્લિન ઓલિમ્પિકમાં (Berlin Olympics) ભાગ લેવા માટે રૂબરૂ જર્મની ગયા હતા. 85 વર્ષ પહેલા તેમણે મેજર ધ્યાનચંદના નેતૃત્વ વાળી હોકી ટીમને ફાઇનલમાં જીતવા માટે મદદ કરી હીત.

આ પણ વાંચો : Gold For India : નીરજ You Tubeથી જેવલિન થ્રો શીખ્યો હતો, 7 હજારના ભાલાથી ટ્રેનિંગ કરી, ગોલ્ડ જીતતાં 6 કરોડનું ઈનામ

જોકે, આ મેચ શરૂ થતા પહેલાં ખેલાડીઓએ બરોડાના ધ્વજ પણ લહેરાવ્યો હોવાના અહેવાલ છે કેમ કે ત્યારે ભારતનો કોઈ સત્તાવાર રાષ્ટ્રધ્વજ નહોતો. જોકે, જર્મન સરમુખત્યાર હીટલર સાથે મેચ નિહાળી રહેલા સયાજીરાવે નિહાળ્યું કે મેચના પ્રથમ હાફમાં ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શકતા નથી ત્યારે મહારાજા સયાજીરાવે મેજર ધ્યાનચંદને બોલાવીને ઉઘાડા પગે રમવાની સલાહ આપી હતી. મેચ પહેલાં મેદાન ભીનું હતું અને ખેલાડીઓ જે બૂટ સાથે રમવા ટેવાયેલા નહોતા તેમને ખૂબ સમસ્યા થઈ રહી હતી. એ વખતે ફર્સ્ટ હાફ પછીના બ્રેકમાં સયાજીરાવ ગાયકવાડ મેજર ધ્યાનચંદને મળ્યા હતા અને તેમને બુટ સાથે ન ફાવે એમ હોય તો ઉઘાડા પગે રમવાની સલાહ આપી હતી.

ત્યારબાદ જે થયું તે ઐતિહાસિક હતું. મેજર ધ્યાનચંદે 3 ગોલ કર્યા હતા અને ભારત જર્મની સામે 8-1થી જીત્યું હતું. આ મેચ અને આ ઇતિહાસની અનેક ઇતિહાસકારોએ નોંધ ટાંકી છે અને 8 દાયકાથી અમર છે. હકિકતમાં કહેવાય તો એવું પણ છે કે સયાજીરાવ ઓલિમ્પિકના પડદા પાછળ હિટલર સાથે અંગ્રેજો સામે લડવા માટે એક ગુપ્ત સંધિ પણ કરી આપ્યા હતા જેને ઇતિહાસકારો બર્લિન પેક્ટ કહે છે.આ પણ વાંચો : Tokyo Olympicsમાં ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ, જાણો કોણે શું આપ્યું

આ સંઘિ મુજબ હિટલરને ભારતના દેશી રજવાડાઓનો વિશ્વયુદ્ધમાં લડવા સહકાર અને બદલમાં અંગ્રેજોને હાકી કાઢવા હિટલરનો સહકાર મળે એવી ચર્ચા થઈ હતી. જોકે, દુખદ ઘટનામાં આ ઓલિમ્પિકના થોડા વર્ષો બાદ જ સર સયાજીરાવનું નિધન થયું અને તેઓ ભારતની આઝાદીનો સોનેરી સુરજ ન જોઈ શક્યા.

આજે જ્યારે હોકી અને ભારતનું ગૌરવ ફરી વિશ્વમાં અંકિત થયું છે ત્યારે આ વિરલ રાજવીના અદ્ધુત યોગદાન તરફ એક ઐતિહાસિક ડોક્યું કરવું અનિવાર્ય છે.
Published by: Jay Mishra
First published: August 8, 2021, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading