Tokyo Olympics : દીપક પૂનિયાના કોચે કર્યો રેફરી પર હુમલો, IOCએ માન્યતા રદ કરીને ખેલ ગામમાંથી બહાર કર્યા

News18 Gujarati
Updated: August 6, 2021, 7:23 PM IST
Tokyo Olympics : દીપક પૂનિયાના કોચે કર્યો રેફરી પર હુમલો, IOCએ માન્યતા રદ કરીને ખેલ ગામમાંથી બહાર કર્યા
(Deepak Punia Instagram)

Tokyo Olympics- દીપક પૂનિયાની બ્રોન્ઝ મેડલ મેચ પછી ગેડ્રોવ રેફરીના રૂમમાં ગયા હતા અને તેમના પર હુમલો કર્યો

  • Share this:
નવી દિલ્હી : ભારતીય પહેલવાન દીપક પૂનિયા (Deepak Punia)ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics)મેડલ જીતવાથી ચૂકી ગયો છે. હવે તેના વિદેશી કોચ મોરાડ ગેડ્રોવને (Morad Gaidrov)લઇને સમાચાર સામે આવ્યા છે કે મેચ પછી તેમને ટોક્યો ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. મોરાડ પર દીપકની મેચ પછી રેફરી પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે. મોરાડ ગેડ્રોવ રશિયાના રહેવાસી છે અને દીપક સાથે કોચ તરીકે ટોક્યો ઓલિમ્પિકમાં ઉપસ્થિત છે.

દીપક પૂનિયાની બ્રોન્ઝ મેડલ મેચ પછી ગેડ્રોવ રેફરીના રૂમમાં ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. વર્લ્ડ કુશ્તી એસોસિયેશને (FILA) તાત્કાલિક આઈઓસીને આ મામલાની સૂચના આપી હતી અને અનુશાસનાત્મક સુનાવણી માટે ભારતીય કુશ્તી મહાસંઘને બોલાવ્યા હતા. ફિલાએ પૂછ્યું કે ભારતીય મહાસંઘે ગેડ્રોવ પર શું કાર્યવારી કરી તો સંઘે જાણકારી આપી કે તેમને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો - મહેન્દ્રસિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટથી બ્લૂ ટિક હટાવી દેવામાં આવ્યું, જાણો કેમ બન્યું આમ

ગેડ્રોવ પોતે એક પહેલવાન રહ્યા છે અને બીજિંગ ઓલિમ્પિક-2008માં 74 કિગ્રા ભાર વર્ગમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. તેમણે 2004ના એથેન્સ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પરાજય પછી પોતાના હરીફ પર હુમલો કરી દીધો હતો. હવે આઈઓસીએ તેમની માન્યતા પણ રદ કરી દીધી છે અને ટોક્યોમાં ભારતીય દળને લખ્યું કે તેને તાત્કાલિક ખેલ ગામ છોડવા માટે કહેવામાં આવે.

દીપક સારા ડ્રો નો ફાયદો ઉઠાવીને સેમિ ફાઇનલ સુધી પહોંચ્યો હતો પણ અમેરિકાના ડેવિડ મોરિસ ટેલર સામે સેમિ ફાઇનલમાં હારી ગયો હતો. તેણે આ પહેલા નાઇજીરિયાના એકેરેકેમે એગિયોમોરને ટેકનિકી શ્રેષ્ઠતાથી અને પછી ક્વાર્ટર ફાઇનલમાં ચીનના જુશેન લિનનને 6-3થી હરાવ્યો હતો. દીપક પહેલી વખત જ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યો હતો અને બ્રોન્ઝ મેડલ જીતવાની નજીક પહોંચ્યો હતો પણ 86 કિગ્રા પ્લે ઓફમાં સૈન મરિનોના માઇલેસ નજ્મ અમીને અંતિમ 10 સેકન્ડમાં પછાડતા તેણે હારનો સામનો કરવો પડ્યો છે.
22 વર્ષના દીપકનો આખા મુકાબલા દરમિયાન ડિફેન્સ શાનદાર રહ્યો હતો પણ સૈન મરિનોના પહેલવાને મુકાબલાના અંતિમ ક્ષણોમાં ભારતીય પહેલવાનને પછાડી જીત મેળવી હતી. આ પહેલા સુધી ભારતીય પહેલવાન 2-1થી આગળ ચાલી રહ્યો હતો.
Published by: Ashish Goyal
First published: August 6, 2021, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading