
Virat Kohli Test Captaincy : વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશીપ છોડતા દેશ દુનિયામાંથી શુભકામનાઓનો વરસાદ
Virat Kohli Test Captaincy: વિરાટ કોહલીએ (Virat Kohli)એ સાઉથ આફ્રિકા સામે 2-1થી શ્રેણી હારી અને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. આ અંગે દેશ અને દુનિયાના દિગ્ગજોએ પ્રતિક્રિયાઓ આપી
- News18 Gujarati
- Last Updated: January 16, 2022, 6:57 AM IST
વિરાટ કોહલીના ગુરૂ રવિ શાસ્ત્રી (Ravi Shastri) સૌએ પ્રતિક્રિયા આપી છે.
મારા માટે દુખદ દિવસ આ ટીમ આપણે બંને સાથે બનાવી હતી
'વિદેશમાં ભારત જીતે તો ચર્ચા થતી હવે હારે તો થાય છે'
વસિમ જાફરે લખ્યું કે 'વિરાટે કેપ્ટનશીપ લીધી ત્ારે ભારતે વિદેશમાં જીતે તો સિદ્ધી ગણાતી અને હવે હારે તો અપસેટ ગણાય છએ. આપણે ટેસ્ટમાં ત્યાંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ કોહલીનો વારસો રહેશે.'
Virat, you can go with your head held high. Few have achieved what you have as captain. Definitely India's most aggressive and successful. Sad day for me personally as this is the team 🇮🇳 we built together - @imVkohli pic.twitter.com/lQC3LvekOf
— Ravi Shastri (@RaviShastriOfc) January 15, 2022
'આંકડાઓ ખોટું ન બોલે, વિશ્વનો સૌથી સફળ કેપ્ટન'
વિરેન્દ્ર સહેવાગે લખ્યું કે વિરાટને ખૂબ અભિનંદન, ભારત જ નહીં વિશ્વનૌ સૌથી સફળ કેપ્ટન છે તું અને આંકડાઓ ખોટું બોલે. તને બેટથી આક્રમક રમતો જોવા માંગું છું.
When Virat took over as Test captain, India winning a test overseas was an achievement, now if India lose an overseas test series it is an upset. And that's how far he has taken Indian cricket forward, and that will be his legacy. Congratulations on successful reign @imVkohli 👏🏻 pic.twitter.com/My2MOXNwMc
— Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2022
'તે કાયમ 100 ટકા આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપીશ'
સચિન તેંડુલકરે લખ્યુંકે કેપ્ટન તરીકેના સૌથી સફળ સમયને સમાપ્ત કરવા બદલ અભિનંદન વિરાટ, તે કાયમ 100 ટકા આપ્યું છે અને ભવિષ્યમાં પણ આપીશ. તને ખૂભ શુભેચ્છાઓ'
'વિશ્વના ક્રિકેટ સિતારાઓમાં તારું નામ ટોચે રહેશે'
સર વિવિયન રિચર્ડે લખ્યું કે વિરાટ તે જે સફળતા મેળવી છે તેના પર તું ખૂબ ગર્વ લઈ શકે છે. તારું નામ વિશ્વના ટોચના ક્રિકેટ લીડર્સમાં રહેશે.'
આ પણ વાંચો : Virat Kohli: વિરાટ Test captainship રેકોર્ડ, કોહલીએ ધોની-ગાંગુલીને છોડ્યા પાછળ
'ટેસ્ટ ક્રિકેટનું નામ લેવાશે ત્યારે કોહલીનું નામ લેવાશે'
ઈરફાન પઠાણે લખ્યું જ્યારે જ્યારે ટેસ્ટ ક્રિકેટનું નામ લેવાશે ત્યારે ત્યારે વિરાટ કોહલીનું નામ લેવાશે. ફક્ત પરિણામો પર જ નહીં તારી અસર કેપ્ટન તરીકે પણ જોરદાર હતી.
'વ્હાઇટ બોલની કેપ્ટનશીપ છોડી દેવાનો આઈડીયા સારો હતો પરંતુ..
ક્રિકેટ એક્સપર્ટ હર્ષ ભોગલે લખે છે કે વિરાટનો વ્હાઇટ બોલની કેપ્ટનશીપ છોડી દેવાનો આઈડીયા સારો હતો પરંતુ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી દેવાના આઈડિયાથી હું સંમત નથી. હું ફક્ત આશા રાખી શકું છું કે તે પોતાના નિર્ણયથી ખુશ રહે'
I thought giving up the white ball captaincy was a good idea but I am not as convinced about this move. But now we must accept and wish a great player a fantastic second wind as a batsman. My only wish for him is that he is happy with his decision.
— Harsha Bhogle (@bhogleharsha) January 15, 2022
'મેં કોઈ દિવસ વિચાર્યુ નહોતું 100 ટેસ્ટ રમીશ કે તું ક્યારેય કેપ્ટન બનીશ'
ઈશાત શર્માએ લખ્યુ કે નાનપણથી લઈને આજદિન સુધીની અઢળક યાદો માટે તારો આભાર, મેં કોઈ દિવસ વિચાર્યુ નહોતું કે હું 100 ટેસ્ટ રમીશ કે તે કોઈ દિવસ વિચાર્યુ નહોતું કે તું કેપ્ચન બનીશ. આપણે ખાલી રમ્યા અને આપણું સર્વસ્વ આપ્યું'
Thank you for all the memories I've shared with you in dressing room & on & off the field since childhood, where we never thought that you would be our captain & I'll play 100 test matches for India.
All we did was just play cricket with all our heart & things worked out well😇 pic.twitter.com/0LhXJmxTaO
— Ishant Sharma (@ImIshant) January 15, 2022
વિરાટ કોહલીનો ટેસ્ટ કેપ્ટન તરીકેનો રેકોર્ડ
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત 68 ટેસ્ટ મેચ રમ્યુ અને 40 ટેસ્ટમાં જીત મેળવી હતી. આ ટેસ્ટ જીતની ટકાવારી 58.82 ટકા છે. કોહલીના ખાતે ફક્ત 17 હાર ગઈ અને 11 ડ્રો ગઈ આમ કોહલીનો રેકોર્ડ ટેસ્ટમાં સૌથી મોટો સાબિત થયો છે.