વિરાટ કોહલીનો ક્વૉરન્ટિન લુક થયો વાયરલ, ‘Money Heist’ના પ્રોફેસર સાથે થઈ સરખામણી


Updated: May 26, 2021, 3:19 PM IST
વિરાટ કોહલીનો ક્વૉરન્ટિન લુક થયો વાયરલ, ‘Money Heist’ના પ્રોફેસર સાથે થઈ સરખામણી
Image tweeted by @AskRishabh | Money Heist.

વિરાટ કોહલીનો નવો લુક વાયરસ, પ્રશંસકોએ કહ્યું- Money Heistના ‘ચોર પ્રોફેસર’ જેવો દેખાય

  • Share this:
નવી દિલ્હી. વિરાટ કોહલી (Virat Kohli) વધુને વધુ રન કરવા માટે તત્પર રહે છે, ક્રિકેટ ગ્રાઉન્ડ (Cricket Ground) પર તે દરેક વ્યક્તિ કરતા અલગ તરી આવે છે. પરંતુ આજે આપણે અહીં વિરાટ કોહલીના ક્રિકેટના કૌશલ્ય વિશે વાત નથી કરી રહ્યા. તાજેતરમાં 32 વર્ષીય વિરાટ કોહલીનો ક્વોરન્ટાઈન લુક (Kohli Quarantine Look) ઈન્ટરનેટ પર ખુબ વાયરલ (Social Media Viral) થઈ રહ્યો છે. વિરાટ કોહલીનો આ લુક “લા કાસા દ પપેલ” ઉર્ફ મની હેઇસ્ટ (Money Heist) સિરીઝના પ્રોફેસર (Professor)ની યાદ અપાવી રહ્યો છે. આ વાયરલ ફોટોમાં કોહલી લાંબા વાળ, મોટી દાઢી અને ચશ્મા પહેરેલો જોવા મળે છે, તે આ લુકને કમ્પ્લીટ કરે છે. વિરાટ કોહલીનો આ લુક પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

આ ફોટો માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર (Twitter) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો માની રહ્યા છે કે કોહલી સાઉથેમ્પ્ટનના રોઝ બાઉલમાં ICC વર્લ્ડ ચેમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલ 2021માં ન્યુઝીલેન્ડ (New Zealand) સામે આ લુક સાથે રમવા માટે તૈયાર છે. જ્યારે અન્ય લોકો કોહલીની આ તસ્વીરનાં મીમ બનાવી રહ્યા છે.

આ પણ જુઓ, VIRAL VIDEO: કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડ, કોરોના નિયમોના ધજાગરા ઉડ્યાજો તમે વિરાટ કોહલીના ફેન છો, તો તમારે જાણવું જરૂરી છે કે કોહલીનો આ વાયરલ ફોટો અસલી નથી, આ ફોટાને ફોટોશોપ કરવામાં આવ્યો છે.
એક અન્ય યૂઝરે ઈ-કોમર્સ વેબસાઈટ સાથે વિરાટ કોહલીની પેઈડ પાર્ટનરશીપની એક એડવર્ટાઈઝનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ ફોટાનો ઉપયોગ કરતા પહેલા તેને ફોટોશોપ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળમાં વિરાટ કોહલી પણ જરૂરતમંદ લોકોની મદદે આગળ આવ્યા છે. વિરાટ કોહલીએ કે.એસ.શ્રવન્થી નાયડુની માતા એસ.કે.સુમનની કોરોનાની સારવાર માટે રૂ. 6.77 લાખ આપ્યા છે. શ્રવન્થીની માતાની તબિયત ખૂબ જ ગંભીર છે અને તેમણે BCCI તથા હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સહિત અન્ય લોકોને તેમની માતાના ઈલાજ માટે મદદ કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો, ઓક્સિજન સપોર્ટ સાથે મહિલા બનાવી રહી છે રસોઈ, જાણો લોકોએ આ ફોટા પર કેવા રિએક્શન આપ્યા

પૂર્વ BCCI સાઉથ ઝોન કન્વીનર (મહિલા ક્રિકેટ) અને પૂર્વ BCCI અધ્યક્ષ એન.શિવલાલ યાદવની બહેન એન. વિદ્યા યાદવે વિરાટ કોહલીને એક ટ્વિટમાં ટેગ કરીને શ્રવન્થી માટે મદદ માંગી હતી. શ્રવન્થીએ એક ટેસ્ટ, 4 વન ડે અને 6 T2Oમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને છેલ્લે 2014માં ભારત માટે ક્રિકેટ મેચ રમ્યા હતા. તેઓ સામાન્ય રીતે ડાબા હાથથી બોલિંગ કરતા હતા. તેમણે તેમના માતા-પિતાના કોરોનાના ઈલાજ માટે રૂ. 16 લાખની રકમ ખર્ચ કરી દીધી હતી.
First published: May 25, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading