સુરતમાં કચરાપેટીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પ્લાસ્ટિકની બેગ ખોલતા જ પોલીસ બોલાવી


Updated: May 24, 2022, 4:23 PM IST
સુરતમાં કચરાપેટીમાંથી આવતો હતો વિચિત્ર અવાજ, પ્લાસ્ટિકની બેગ ખોલતા જ પોલીસ બોલાવી
ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી.

ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી. જોકે શ્વાન સાથે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો આ કૃત્યુ કરનાર વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે

  • Share this:
સુરત (Surat)માં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના બોમ્બે માર્કેટ (Bombay Market, Surat) પાસે આવેલી મહાનગરપાલિકાની કચરાપેટીમાં કોઈ વ્યક્તિએ શ્વાનને પ્લાસ્ટિકની થેલી (Dog in a plastic bag)માં બાંધી કચરાપેટીમાં ફેંકી દેવાનો મામલો સામે આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ અવાજ સાંભળતા જ તેને કચરાપેટીમાંથી બહાર કાઢી મુક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી પ્રાણીઓ સામેની ક્રૂરતાની ઘટનાઓ સતત સામે આવી જાય છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત બોમ્બે માર્કેટ નજીક આવેલમહાનગરપાલિકાની કચરાની પેટી મુકવામાં આવી છે. આ પેટીમાં પ્લાસ્ટિકની થેલીમાં શ્વાન અંદર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રાહદારીઓ એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ કચરાપેટીમાંથી શ્વાનને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકની બેગમાં જીવિત શ્વાનને બાંધીને કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો- સુરત: ડિંડોલી વિસ્તારમાં કારને અકસ્માત નડ્યો અને લોકોને મજા પડી!

કોઈક અજાણ્યા ઈસમ દ્વારા બાઈક ઉપર આવીને માર્કેટની નજીકના શ્વાનને કચરાપેટીમાં ફેંકી ગયા હતા. શ્વાનને કોઈ તકલીફ ન થાય તેના માટે એનિમલ ડોક્ટરને પણ તાત્કાલિક અસરથી રાહદારી દ્વારા બોલાવવામાં આવ્યા હતા. જીવિત મુંગા જાનવરો સાથે આ રીતે ક્રૂરતા ભરી માનસિકતાથી ફેંકવામાં આવતા પશુ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Monkey Pox characteristics: જાણો શું હોય છે મંકીપોક્સના લક્ષણો, કેવી રીતે ફેલાય છે વાયરસ

ડોક્ટરને બોલાવ્યા બાદ શ્વાનને સારવાર આપવામાં આવી હતી. જોકે શ્વાન સાથે બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ પશુ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ આ વિડીયો વાયરલ થતાની સાથે જ લોકો આ કૃત્યુ કરનાર વિરૂદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યાં જ સોશિયલ મીડિયામાં પણ લોકો આક્રોશ ઠાલવી આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
Published by: rakesh parmar
First published: May 24, 2022, 4:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading