લગ્નજીવનના 16 વર્ષે પણ સંતાન ન થતા યુવકે ભર્યું ભયાનક પગલું, સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ અને...


Updated: December 6, 2022, 7:10 PM IST
લગ્નજીવનના 16 વર્ષે પણ સંતાન ન થતા યુવકે ભર્યું ભયાનક પગલું, સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ અને...
ચાર વર્ષનું બાળક ગુમ થયું હોવાને પગલે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ હતી.

Surat Crime news: આરોપી સંતોષની ધરપકડ કરાયા બાદ પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન જીવનને સોળ વર્ષ થયા હોવા છતાં તેને કોઈ સંતાન થતું ન હતું તેથી તેણે આ બાળકને પોતાના સંતાન તરીકે રાખવા માટે તેનું અપહરણ કર્યું હતું અને તેને લઈ જઈને તે પોતાની સાથે રાખવા માંગતો હતો.

  • Share this:
સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ચાર વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેને સુરત પોલીસની સૂઝબૂઝ અને ઉમદા કામગીરી કરીને ગણતરીના કલાકોમાં જ મુક્ત કરાવ્યો હતો અને પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું. અપહરણકર્તા આરોપી બાળકને લઈને સુરત છોડે તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.

સુરત શહેરના સચિન જીઆઇડીસી વિસ્તારમાં જ્યાં શ્રમજીવી પરિવારો રહે છે. ત્યાં ગતરોજ બપોરે પોણા એક વાગ્યાના અરસામાં ઘર આંગણે રમી રહેલા ચાર વર્ષના બાળકનું એક ઈસમ બાઈક ઉપર બેસાડીને અપહરણ કરી ગયો હતો. બાળકના માતા-પિતા બંને મજૂરી કામ કરતા હોવાથી બાળક ઘરે એકલું જ હતું. આ તકનો લાભ લઈને અપહરણકારે તેનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બાળકના માતા-પિતાએ પ્રાથમિક બાળક ગુમ થયા અંગેની ફરિયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાવી હતી.


ચાર વર્ષનું બાળક ગુમ થયું હોવાને પગલે સુરત પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. પ્રાથમિક પોલીસ દ્વારા બાળક જ્યાંથી ગુમ થયું ત્યાંના સીસીટીવી ચેક કરતા પોલીસને માલુમ પડ્યું હતું કે, બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. જેથી સુરત પોલીસ દ્વારા સાત જેટલી અલગ-અલગ ટીમો બનાવીને બાળકને શોધવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. બાળકને શોધવા માટે સુરત પોલીસના એડિશનલ સીપી સહિત ડીસીપી, સચિન જીઆઇડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના અધિકારીઓ પણ જોડાયા હતા.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચ્યા

બાળક જ્યાંથી ગુમ થયું તે જગ્યાના સીસીટીવીમાં તપાસ કરતા જે બાઈક પર ઈસમ આવ્યો હતો તે બાઈકની નંબર પ્લેટ સ્પષ્ટપણે વાંચી શકાતી ન હતી. જેથી પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી. પરંતુ પોલીસે પણ હાર માન્યા વિના તે વિસ્તારના અલગ-અલગ જગ્યાના 50થી 60 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ કેટલીક જગ્યાએ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ચેકિંગ દરમિયાન સચિન જીઆઇડીસી પોલીસના એએસઆઈ ઈર્શાદભાઈને એક બાઈક પર શંકા જતા તેને અટકાવી હતી અને ચેક કરતા જે બાઈક સીસીટીવીમાં દેખાઈ હતી તે જ બાઈક હોવાની ખાતરી થઈ હતી. જેથી બાઇક ચાલકની પૂછપરછ કરતા બાઈક ચાલકે તે બાઈક સંતોષ કેવટ નામના વ્યક્તિની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સંતોષની વિગત મેળવીને તેના ઘરે પહોંચી હતી. જો કે સંતોષ તેના ઘરે મળી આવ્યો ન હતો જેથી તેની પત્નીની વધુ પૂછપરછ કરતા તેની પત્નીએ જણાવ્યું હતું કે, સંતોષ સાથે એક નાનું બાળક છે અને આ બાળકને લઈને તે ક્યાંક જવા માટે નીકળી ગયો છે. જેથી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને સંતોષ બાળકને લઈને સુરત છોડે તે પહેલા જ તેને સચિન વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને ચાર વર્ષના બાળકને મુક્ત કરાવ્યો હતો.

આરોપી સંતોષની ધરપકડ કરાયા બાદ પોલીસની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન જીવનને સોળ વર્ષ થયા હોવા છતાં તેને કોઈ સંતાન થતું ન હતું તેથી તેણે આ બાળકને પોતાના સંતાન તરીકે રાખવા માટે તેનું અપહરણ કર્યું હતું અને તેને લઈ જઈને તે પોતાની સાથે રાખવા માંગતો હતો.
Published by: rakesh parmar
First published: December 6, 2022, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading