AAP Road Show: સુરતમાં અલ્પેશ કથીરિયાના રોડ-શોમાં બબાલ, મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
News18 Gujarati Updated: November 28, 2022, 6:24 PM IST
આમ આદમી પાર્ટીના રોડ શોમાં બબાલ થઈ
AAP Road Show: સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો કેજરીવાલના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો દરમિયાન બબાલ થઈ ગઈ છે.
સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપ સુપ્રીમો કેજરીવાલના ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો દરમિયાન બબાલ થઈ ગઈ છે.
કાર્યકરોમાં રોષ જોવા મળ્યો
મળતી માહિતી પ્રમાણે, સુરતના વિધાનસભા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયાના રોડ શોમાં અરવિંદ કેજરીવાલ જોડાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા. એકબાજુ કાર્યકરોમાં રોડ-શોને લઈને ભવ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ રોડ શોમાં થયેલી બબાલને કારણે કાર્યકરો રોષે ભરાયા હતા.
પોલીસે મામલો થાળે પાડ્યો
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે પોલીસે પણ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. ત્યાંથી કેજરીવાલને કાઢવામાં આવ્યા હતા.
કથીરિયા 30 ઓક્ટોબરે આપમાં જોડાયા
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા 30 ઓક્ટોબરે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ચૂંટણી વખતે અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે હવે વર્ષ 2022ની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
Published by:
Vivek Chudasma
First published:
November 28, 2022, 6:18 PM IST