સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રીજ પર બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ


Updated: January 3, 2023, 6:47 PM IST
સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રીજ પર બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ
માતા પિતાની પોલીસે ધરપકડ કરી

Surat Crime News: સુરતના અડાજણ વિસ્તારમાં 19મી તારીખે કેબલ બ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન થઈ ગયા હતા. બાળકને બ્રિજ ઉપર મૂકી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર 25 દિવસના જન્મેલા બાળકને નિષ્ફળતાપૂર્વક બ્રિજ ઉપર છોડી જવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.

  • Share this:
સુરત: સુરતના અડાજણ સ્થિત કેબલ બ્રીજ પર બે માસનું બાળક 19મી તારીખે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યું હતું. રાહદારીની નજર બાળક પર પડતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આજે અડાજણ પોલીસે આ બાળકના માતા-પિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘણી મહેનત બાદ બાળકીના માતા પિતાને શોધી લીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ થઈ


સુરતના અડાજણ વિસ્તારમાં 19મી તારીખે કેબલ બ્રિજ ઉપર બાળકને મૂકીને પલાયન થઈ ગયા હતા. બાળકને બ્રિજ ઉપર મૂકી ગયા હોવાના સીસીટીવી સામે આવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. માત્ર 25 દિવસના જન્મેલા બાળકને નિષ્ફળતાપૂર્વક બ્રિજ ઉપર છોડી જવાની ઘટના સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. આખરે અડાજણ પોલીસે સતત તપાસનો દોર શરૂ રાખ્યો હતો. તે બાદની મદદથી પાલનપુર જકાતનાકા પાસેથી માતા પિતાને ઝડપી લાવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બાળકને મૂકી જનારા પતિ પત્ની વલસાડ તરફ ટ્રેનમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?

પોલીસે માતા પિતાની કરી ધરપકડ


ઉલ્લેખનીય છે કે, વલસાડ બાદ તેઓ મુંબઈ જતા રહ્યા હતા. મુંબઈ ગયા બાદ ત્યાં થોડા દિવસ રહીને તેઓ ફરીથી સુરત આવી ગયા હતા. સુરત આવતાની સાથે જ તેઓ ફરીથી પાલનપુર જકાતનાકા પાસે જ્યાં બધા કામદારો કામ માટે એકત્રિત થાય છે. ત્યાં આવ્યા હતા અને ત્યાં બાતમીદારે પોલીસને માહિતી આપતા પોલીસે તેમને ઝડપી લીધા હતા. અડાજણ પોલીસે ઝડપી લીધેલા માતા પિતા મૂળ મહેસાણાના રહેવાસી છે. માત્ર 25 દિવસની બાળકીને મુકીને જનારા માતા પિતાને ઝડપી લેવામાં આવ્યા છે.

માતા પિતા 2 માસની બાળકીને ત્યજીને પલાયન થઈ ગયા


અડાજણ પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ તેમની સાથે થયેલી વાતચીતમાં શ્રમિક દંપતીએ જણાવ્યું કે, તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી. બાળકની માતા કામ કરતી ન હોવાને કારણે માત્ર પતી જ કામ કરતો હતો અને મજૂરી કરીને રોજીરોટી કમાતા અને ગુજરાન ચલાવતા હતા. આવી સ્થિતિમાં બાળકનું ભરણ પોષણ કરવું તેમના માટે ખૂબ જ કપરૂ હતું. તેથી તેઓ લાચાર થઈને પોતાના બાળકને જ ત્યજવાનો નિર્ણય લીધો હતો. આ પ્રકારનું નિવેદન તેઓ હાલ પોલીસને આપી રહ્યા છે. પોલીસ પણ અત્યારે તે દિશામાં તપાસ કરી રહી છે.
Published by: Vimal Prajapati
First published: January 3, 2023, 6:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading