Surat News: સુરતના સચિનમાં આવેલી અર્શ હોસ્પિટલમાં મારામારી, ચાર શખસોએ કમ્પાઉન્ડરને માર માર્યો


Updated: January 27, 2023, 6:20 PM IST
Surat News: સુરતના સચિનમાં આવેલી અર્શ હોસ્પિટલમાં મારામારી, ચાર શખસોએ કમ્પાઉન્ડરને માર માર્યો
સુરતના સચિન વિસ્તારમાં આવેલી અર્શ હોસ્પિટલમાં કેટલાક શખ્સોએ કમ્પાઉન્ડરને માર માર્યો હતો.

Surat News: સુરતના ઉન શાકમાર્કેટ પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં મારમારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના કમ્પાઉન્ડરે દવા નહીં આપી દર્દીને હોસ્પિટલ લઈ આવવાનું કહેતા ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડરને માર માર્યો હતો.

  • Share this:
સુરતઃ શહેરના ઉન શાકમાર્કેટ પાસે આવેલી અર્શ હોસ્પિટલમાં મારમારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના કમ્પાઉન્ડરે દવા નહીં આપી દર્દીને હોસ્પિટલ લઈ આવવાનું કહેતા ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરમાં કેદ થઈ છે. તો બીજી તરફ, આ મામલે 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

છેલ્લા 2 વર્ષથી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરે છે


સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઉન શાકભાજી માર્કેટ પાસે અર્શ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં વિવેકકુમાર રાજકિશોર સિંગ કમ્પાઉન્ડર તરીકે છેલ્લા 2 વર્ષથી કામ કરે છે. 26 જાન્યુઆરીના દિવસે રાતના સમયે તે ઓપીડી રૂમમાં ઊંઘતો હતો. તે સમયે હોસ્પિટલની સામે રહેતો મઝહર પઠાણ અને તેની સાથે એક અન્ય ઇસમ ત્યાં આવ્યો હતો અને વિવેકને ઉઠાડી પેટમાં થયેલા ગેસની દવા માંગી હતી. તેને લઈને વિવેકે કહ્યુ હતુ કે, ‘જેને પેટમાં ગેસ થયો છે તે માણસને હોસ્પિટલ લઇ આવો. ડોક્ટર સાહેબ તેની તપાસ કર્યા બાદ દવા આપશે. હું તમને દવા આપીશ નહીં’ તેમ કહેતા મઝહર પઠાણ અને તેની સાથે આવેલો ઇસમ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ રાત્રીના સવા બે વાગ્યે મઝહર પઠાણનો ભાઈ અઝહર ત્યાં આવ્યો હતો અને વિવેકને જગાડી ‘તું દવા આપવાની કેમ ના પાડે છે’ તેમ કહી બોલાચાલી કરી હતી અને માર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ જોડિયાના સ્થાનિકોમાં આક્રોશ; અનેક સમસ્યાથી લોકો રોષે ભરાયાં

બેઝબોલની સ્ટીકથી કમ્પાઉન્ડરને માર માર્યો


આ દરમિયાન મઝહર અને તેની સાથે આવેલો એક ઇસમ મારામારી કરવા લાગ્યો હતો. ત્યારે મઝહર પઠાણના પિતા પણ હોસ્પિટલની બહારથી ઉભા ઉભા વિવેકને માર મારવાની બૂમો પાડતા હતા. મઝહર પઠાણ દવાખાનામાં પડેલી બેઝબોલની સ્ટીકથી વિવેકને પેટના ભાગે માર માર્યો હતો. જેને લઈને હોસ્પિટલમાં હોબાળો થતા અન્ય લોકો દોડી આવ્યા હતા અને તમામ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ હોસ્પિટલના તબીબને જાણ કરવામાં આવી હતી. તેથી તેઓ હોસ્પિટલ આવતા ફરી બંને ભાઈઓ હોસ્પિટલ આવ્યા હતા અને વિવેકને માર માર્યો હતો. ત્યારબાદ ‘હવે દવા આપવાની ના પાડતો નહીં, નહીંતર જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા.

પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી


આ ઘટનામાં ઈજા પામેલા વિવેકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને પાંસળીમાં ફ્રેક્ચરની ઈજા થઇ હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ, આ ઘટનામાં વિવેકકુમારે અર્શ હોસ્પિટલની સામે જ રહેતા મઝહર પઠાણ, તેના ભાઈ અઝહર પઠાણ, તેના પિતા રસુલભાઈ અને એક અજાણ્યા ઇસમ સામે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by: Vivek Chudasma
First published: January 27, 2023, 5:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading