સુરત: ડિંડોલી વિસ્તારમાં કારને અકસ્માત નડ્યો અને લોકોને મજા પડી!


Updated: May 24, 2022, 3:32 PM IST
સુરત: ડિંડોલી વિસ્તારમાં કારને અકસ્માત નડ્યો અને લોકોને મજા પડી!
સુરત પોલીસની કાર્યવાહી.

Surat police liquor stock: સુરત પોલીસ ઘોર નિંદ્રામાં હતી ત્યારે તેને બગાસું ખાતા પતાસું મળ્યાનો બનાવ બન્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂ ભરેલી કાર ઝડપાઇ છે.

  • Share this:
સુરત: ગાંધીના ગુજરાતમાં દરરોજ ખુલ્લેઆમ દારૂનું વેચાણ (Illegal liquor stock) થાય છે તે વાત અજાણી નથી. આ દરમિયાન સુરતના ડિંડોલી વિસ્તાર (Dindoli area)માં એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન રસ્તેથી પસાર થતા કેટલાક લોકોને મજા પડી ગઈ હતી! હકીકતમાં જે કારને અકસ્માત (Accident) નડ્યો હતો તેમાં દારૂ ભરેલો હતો. અકસ્માત બાદ દારૂની હેરાફેરી કરતો શખ્સ કાર મૂકીને પલાયન થઈ ગયો હતો. બીજી તરફ લોકોએ કારમાંથી હાથમાં આવે એટલી બોટલો લઈને ચાલતી પકડી હતી. આ મામલે પોલીસે કાર માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂની હેરાફેરીના કેસ સતત વધી રહ્યા છે. દારૂની હેરાફેરી માટે ખેપિયા હવે અવનવાં કીમિયા અજમાવતા થયા છે. બે દિવસ પહેલા જ સુરત પોલીસે બાઇકની ટાંકી નીચે ચોરખાના બનાવી દારૂની હેરાફેરી કરતા બે બૂટલેગરોને ઝડપી પાડ્યા હતા. જોકે, પોલીસની ભીંસ વધવાની સાથે સાથે દારૂની હેરાફેરી કરતા લોકો હવે લક્ઝુરિયસ કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરતા થયા છે.

પોલીસને બગાસું ખાતા પતાસું મળ્યુંઆ દરમિયાન સુરત પોલીસ ઘોર નિંદ્રામાં હતી ત્યારે તેને બગાસું ખાતા પતાસું મળ્યાનો બનાવ બન્યો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં દારૂ ભરેલી કાર ઝડપાઇ છે. આ સ્વિફ્ટ ડિઝાયર કારમાં આશરે 30થી 35 પેટી દારૂ નીકળ્યો હતો. પૂર ઝડપે કાર દોડી રહી હતી ત્યારે કારનું ટાયર ફાટતાં ડ્રાઈવર ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: 102 છોકરીએ રિજેક્ટ કર્યા બાદ મળી જીવન સાથી, તેમાં પણ સસરાએ મૂકી શરત! 

અકસ્માત થતા ગ્રામજનો ભેગા થઇ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગાડી ચેક કરતા આખી ગાડી દારૂથી ભરેલી હતી. પોલીસે દારૂને ટેમ્પોમાં નાખી સ્વિફ્ટ ગાડી કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: મહેસાણાના ગોપાલ ડોનની તેની જ પત્નીએ કરી હત્યા, આ કારણે થઈ હત્યા


પોલીસે બુટલેગરો પર બોલાવી તવાઈ


ઉલ્લેખનીય છે કે પોલીસ તરફથી બુટલેગરો પર છેલ્લા લાંબા સમયથી તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ બુટલેગરોએ નવી તરકીબથી સુરતના દારૂ લાવવાનું યથાવત રાખ્યું છે. એવામાં બુટલેગર ગાડી મૂકીને ફરાર થઈ જતાં પોલીસે ગાડી માલિકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજી તરફ એવી માહિતી પણ સામે આવી છે કે ડ્રાઇવર અકસ્માત બાદ ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન લોકોએ દારૂનો મોટો જથ્થો કારમાંથી કાઢી લીધો હતો.
Published by: Vinod Zankhaliya
First published: May 24, 2022, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading