સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા: બિહારના ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર ગેંગનાં સાગરીતો ઝડપાયા


Updated: January 6, 2023, 3:25 PM IST
સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા: બિહારના ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર ગેંગનાં સાગરીતો ઝડપાયા
સુરત ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા

Surat News: ગેંગવોરની ઘટનામાં પાંચ લોકોની હત્યાની ઘટનાને અંજામ આપનાર સુમરકુવર ભૂમિહાર ધીરજ સિંહ અમન તિવારી અને અભિષેક રાઈને પકડવા માટે બિહાર એસટીએફના માણસો પણ સુરતમાં આવ્યા હતા

  • Share this:
સુરત: બિહાર રાજ્યના કટીહાર જિલ્લામાં વરાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ગેંગવોરની ઘટનામાં પાંચ ઈસમોની હત્યા કરનાર મોહના ઠાકોર ગેંગના ચાર ઈસમોની ધરપકડ બિહાર એસટીએફ અને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

બિહારના કટીહાર જિલ્લાના વરાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આઠ ડિસેમ્બર 2022ના રોજ મોહના ઠાકોર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ થઈ હતી. આ બંને ગેંગ વચ્ચે અવારનવાર જમીન, પાણી અને મિલકતોના કબજા બાબતે એકબીજાની ગેંગ પર વર્ચસ્વને લઈને લડાઇ થતી હતી. આઠ ડિસેમ્બર 2022ના રોજ પણ ગંગા નદીના કાંઠે આવેલા કાપની જમીન ઉપર કબજો કરવા બાબતે મોહના ઠાકોર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ ઘટનામાં મોહના ઠાકોર ગેંગનાથ 23 સાગરીતે પીન્કુ યાદવ ગેંગના માણસો સાથે ભવાનીપુર ગામમાં ગેંગવોર થયો હતો અને આશરે ત્રણ કલાક સુધી આ ફાયરિંગની ઘટના ચાલી હતી. આ ઘટનામાં મોહના ઠાકોર ગેંગ દ્વારા પિંકુ યાદવ ગેંગના ગેંગ લીડર પીન્કુ યાદવ સહિત તેના ચાર સાથીદારોની હત્યા કરી દેવામાં આવી હતી. આ તમામ લાશને આરોપીઓએ ગંગા નદીના પાણીમાં નાંખી દીધી હતી. ત્યારબાદ આરોપી પોલીસથી બચવા માટે સુરત આવી ગયા હતા.

આ પણ વાંચો: યુવકે લગ્નમાં આપેલા દાગીના લઇ એક જ મહિનામાં થઇ ગઇ ગાયબ

ગેંગવોરની ઘટનામાં પાંચ લોકોની હત્યાની ઘટનાને અંજામ આપનાર સુમરકુવર ભૂમિહાર ધીરજ સિંહ અમન તિવારી અને અભિષેક રાઈને પકડવા માટે બિહાર એસટીએફના માણસો પણ સુરતમાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરીને સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માગી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચના પી.એસ.આઇ અને તેમના માણસોએ બાતમીના આધારે આ ચારેય આરોપીને સુરતના ઘોડાદ્રા દેવદ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મોહના ઠાકોર ગેંગ વિરુધ્ધ હત્યા, ખંડણી, હત્યાની કોશિશ, લૂંટફાંટ વગેરે જેવા સંખ્યાબંધ ગુનાઓ બિહાર રાજ્યના કટીહાર જિલ્લામાં નોંધાયેલા છે.
Published by: Kaushal Pancholi
First published: January 6, 2023, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading