VIDEO:'તમે હિન્દીમાં બોલો.. અમે બધા સમજીએ છીએ' - ભાષણ આપતી વખતે યુવકે રાહુલ ગાંધીને અટકાવ્યા
News18 Gujarati Updated: November 21, 2022, 10:07 PM IST
ભાષણ આપતી વખતે યુવકે રાહુલ ગાંધીને અટકાવ્યા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સુરત જિલ્લાના મહુવામાં તેમની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધી હતી. જણાવી દઈએ કે, ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ રાહુલ ગાંધીની આ પહેલી રેલી હતી. આ દરમિયાન, રાહુલ ગાંધીએ મોરબીની ઘટનાને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ગુજરાતના સુરતમાં પ્રથમ ચૂંટણી રેલીને સંબોધી હતી. જો કે, ભાષણ આપતી વખતે પ્રેક્ષકોમાં હાજર એક યુવકે તેમને અટકાવ્યા હતા, જેના કારણે રાહુલ ગાંધીએ તેમનું ભાષણ રોકવું પડ્યું હતું. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી અનુવાદક દ્વારા ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન, એક યુવકે તેને અટકાવીને કહ્યું કે, તમે હિન્દીમાં બોલો, અમે સમજી શકીએ છીએ, અમને અનુવાદકની જરૂર નથી.
રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અટકાવીને સ્ટેજ પરથી જ યુવકને પૂછ્યું કે, શું હિન્દી ચાલશે? આ પછી રેલીમાં હાજર ભીડ સહમત થઈ ગઈ, ત્યારબાદ રાહુલ ગાંધીએ પોતાનું આગલું ભાષણ હિન્દીમાં આપવાનું શરૂ કર્યું હતું. ગુજરાતમાં તેમની પ્રથમ ચૂંટણી રેલીમાં, ગાંધીએ સુરત જિલ્લાના મહુવા ખાતે આદિવાસીઓના સભાને સંબોધતા કહ્યું કે, તેઓ દેશના પ્રથમ માલિક છે અને દાવો કર્યો કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તેમના અધિકારો છીનવવાનું કામ કરી રહી છે.
આ પણ વાંચો: શિવાજી પર રાજ્યપાલની ટિપ્પણી પર આક્રોશ, ભાજપ 'ડેમેજ કંટ્રોલ' કરવાનો કરી રહ્યું છે પ્રયાસગાંધીએ કહ્યું કે, 'તેઓ તમને વનવાસી કહે છે. તેઓ એવું નથી કહેતા કે તમે ભારતના પહેલા માલિક છો, પરંતુ તેઓ કહે છે કે તમે જંગલમાં રહો છો. શું તમે તફાવત જુઓ છો? તેનો અર્થ એ છે કે તેઓ નથી ઇચ્છતા કે તમે શહેરોમાં રહો, તેઓ નથી ઇચ્છતા કે તમારા બાળકો એન્જીનીયર બને, ડોક્ટર બને, વિમાન ઉડતા શીખે, અંગ્રેજી બોલે, તેઓ ઇચ્છે છે કે તમે જંગલોમાં રહો, પણ ત્યાંથી પણ અટકતા નથી. તે પછી તેઓ તમારી પાસેથી જંગલ છીનવવાનું શરૂ કરે છે. જો આમ જ ચાલતું રહ્યું તો, આગામી 5-10 વર્ષમાં તમામ જંગલો બે-ત્રણ ઉદ્યોગપતિઓના હાથમાં આવી જશે અને તમારી પાસે રહેવાની જગ્યા નહીં, શિક્ષણ નહીં, આરોગ્ય નહીં અને નોકરી નહીં મળે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગયા મહિને મોરબીના ઝુલતો પુલ તૂટી પડવાના "વાસ્તવિક ગુનેગારો" સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કારણ કે તેમના શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે "સારા સંબંધો" છે. પુલ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.
Published by:
Samrat Bauddh
First published:
November 21, 2022, 9:55 PM IST