
તમે ઘરે જ સ્વાદિસ્ટ સરબત બનાવી શકો છો.
આવી રીતે જામફળનું શરબત બનાવશો તો ખૂબ લાંબો સમય તેની રાખી શકાશે. જામફળનું શરબત બનાવવાની આ રીત ખરેખર સહેલી છે. બસ, આ વીડિયો જોઇ લો
- News18 Gujarati
- Last Updated: November 29, 2022, 7:37 PM IST
Mehali Tailor, Surat, શિયાળાનું ફળ જામફળ એક ટેસ્ટ સાથે ફાયદા કારક પણ ઘણું છે. આ ફળમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. ઠંડીની સિઝનમાં આ ફળ સારા પ્રમાણમાં મળતા હોય છે. જામફળમાં રહેલી પાચન ક્રિયા ખૂબ જ હેલ્પફૂલ હોય છે. તેની અંદર રહેલા બીજ એ આપણી પાચનની ક્રિયા સુધારે છે અને કબજિયાતનો પ્રોબ્લેમ દૂર કરે છે.એટલે જામફળ તો ખાવું જ જોઈએ. શિયાળાની સિઝનમાં જામફળ તો મળતા હોય છે. પણ આ જામફળ ને આપણે લાંબો ટાઈમ કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ તે બાબતે સુરતના હીનાબેન પટેલે જામફળના પલ્પનો શરબત બનાવી તેને લાંબો સમય સુધી કેવી રીતે સાચવી શકાય તેની રીત પણ જણાવી હતી.
જામફળનું શરબત પીવામાં ટેસ્ટની સાથે ગુણવત્તા ભર્યું હોય છે
આ જામફળનો શરબત બનાવો અને તેને સાચવી રાખો ખૂબ જ સહેલો છે.તેમાં કોઈ ખાસ મહેનત હોતી નથી તેથી કોઈપણ વ્યક્તિ પોતાના ઘરે આ પલ્પ બનાવી ગમે ત્યારે તેનું શરબત બનાવી પી શકે છે. જે પીવા માટે ટેસ્ટ તો હશે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું હશે.

6 મહિના સુધી આપણે તેને સાચવી શકીયે છે
જામફળના પલ્પ બનાવવા માટે સૌપ્રથમ આપણે બજારમાંથી તાજા અને સારી ગુણવત્તાના જામફળ લઈ તેને સારી રીતે ધોઈ ને ઉપયોગમાં લઈશું. પલ્પ માટે જામફળ લેતા હોય ત્યારે તે બહુ પોચા નહીં પણ બહુ કડક પણ ન હોય તેવા જામફળ લેવા જોઈએ. જામફળને તેના બી સાથે જ કાપી તેને મિક્સરમાં પીસી લેવા જોઈએ ત્યારબાદ આ મિક્સરને ગરણીમાં ગાળી લેવો જોઈએ.

જો આ પલ્પ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે હોય તો આ પલ્પને ઘટ્ટ રાખીને જ તેને સ્ટોર કરવું જોઈએ અને જો આ શરબત તાત્કાલિક પીવાના હોય તો તેમાં થોડું પાણી નાખી આ પલ્પ કાઢી શકીએ છીએ .ત્યારબાદ તેમાં સ્વાદ માટે થોડું સિંધવ મીઠું નાખી પણ પી શકાય છે. આ જામફળ નો પલ્પ આપણે છ મહિના સુધી સાચવી શકે છે તેને ફ્રીઝરમાં સ્ટોર કરવું જોઈએ.