સુરતમાં માતાએ જ દોઢ વર્ષના બાળકનું માંથુ દીવાલમાં અથડાવી કરી હત્યા, પિતાએ દાટી દીધો

News18 Gujarati
Updated: August 17, 2022, 3:22 PM IST
સુરતમાં માતાએ જ દોઢ વર્ષના બાળકનું માંથુ દીવાલમાં અથડાવી કરી હત્યા, પિતાએ દાટી દીધો
પતિ આવ્યો ત્યારે બાળકને જગાડ્યો હતો (પ્રતીકાત્મક તસવીર)

Surat news: બાળકના મોત બાદ તેની દફનવિધિ કરવા માટે મહિલાનો પતિ અને ભત્રીજા નજીકમાં ખુલ્લા મેદાન પર ગયા હતા. બાળકને કપડા પહેરાવી ખાડો ખોદી મીઠું નાખી દફનવિધી કરી હતી.

  • Share this:
સુરત: શહેરમાં (Surat Crime) ચકચાર માચવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પાંડેસરામાં દોઢ વર્ષના બાળકની લાશ મળી હતી. જેનું પીએમ કરાવતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. દોઢ વર્ષના બાળકની હત્યા તેની સાવકી માતાએ કરી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા પોલીસે સાવકી માતા મમતા ભોલાની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. આ બાળકને ખાડો ખોદીને દફનાવી દીધો હતો. જોકે, બીજે દિવસે બાળકની લાશ બહાર આવતા સ્થાનિકોએ આ અંગેની પોલીસને જાણ કરી હતી.

આ કેસ અંગે મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2016માં અરૂણ ભોલા સગી સાળીને લઇને સુરત આવી ગયો હતો. સુરતમાં સાળી સાથે રહી અરૂણને સાડા ત્રણ વર્ષની દીકરી અને દોઢ વર્ષનો દીકરો થયો હતો. 3 મહિના પહેલા સાળીનું બીમારીને કારણે અવસાન થયું હતું. આથી અરૂણ બન્ને બાળકોને લઈ વિધિ કરવા વતન ગયો હતો. જે બાદ તે બાળકોને સાચવવા પત્નીને લઇને આવ્યો હતો.

સાવલી ડ્રગ્સ કેસમાં ATS દ્વારા કરાયો મોટો ખુલાસો

દોઢ વર્ષનો બાળક જમવાનું જમે કે તરત જ ટોયલેટ કરતો હતો. જેના કારણે સાવકી માતાએ અનેકવાર સફાઇ કરવી પડતી હતી. જેના કારણે પત્ની પતિ સાથે અનેકવાર ઝઘડો થતો હતો. જે બાદ કંટાળીને 13મી તારીખે રાત્રે સાવકી માતાએ દોઢ વર્ષના બાળકને દીવાલમાં માથું પછાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી કાંઇ થયું ન હોય તેમ બાળકને સુવડાવી દીધો હતો.

Video: સુરતનું પોલીસ સ્ટેશન પણ ન બચ્યું, ભરાયાં ખાડીના પાણી

જે બાદ પતિ આવ્યો ત્યારે બાળકને જગાડ્યો હતો ત્યારે તે જાગ્યો ન હતો. આ અંગે પતિએ પૂછતા પત્નીએ જણાવ્યું કે, બાળકની તબિયત સારી ન હતી જેથી મેં એને સુવડાવી દીધો હતો. જેથી પતિ અને ભત્રીજાએ મળીને બાળકની ખુલ્લા મેદાનમાં દફનવિધિ કરી લીધી હતી. જયારે મહિલાનો પતિ આવ્યો ત્યારે તેણે બાળકને જગાડ્યો હતો જોકે તે ઉઠયો ન હતો. પત્નીએ પતિને કહ્યું બે-ત્રણ વાર ટોઇલેટ થયા હતા. આથી મે તેને સુવડાવી દીધો હતો.બાળકના મોત બાદ તેની દફનવિધિ કરવા માટે મહિલાનો પતિ અને ભત્રીજા નજીકમાં ખુલ્લા મેદાન પર ગયા હતા. બાળકને કપડા પહેરાવી ખાડો ખોદી મીઠું નાખી દફનવિધી કરી હતી. બાદમાં 14મી તારીખે વરસાદને કારણે બાળકની લાશ બહાર આવી જતા સ્થાનીકોને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
Published by: Kaushal Pancholi
First published: August 17, 2022, 3:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading