બારડોલીના વેપારી અને રિક્ષાવાળાને ઓનલાઈન દોસ્તી ભારે પડી! યુવતીએ કપડાં ઉતરાવી વીડિયો વાયરલ કરી દીધો

News18 Gujarati
Updated: June 7, 2022, 11:03 AM IST
બારડોલીના વેપારી અને રિક્ષાવાળાને ઓનલાઈન દોસ્તી ભારે પડી! યુવતીએ કપડાં ઉતરાવી વીડિયો વાયરલ કરી દીધો
ઓનલાઇન ફ્રેન્ડશીપ (Shutterstock તસવીર)

Bardoli News: વીડિયો કોલમાં કોઈ યુવતીને બતાવીને બાદમાં કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં આ અંગેનો વીડિયો વાયરલ કરીને પૈસા માંગવામાં આવ્યા હતા.

  • Share this:
બારડોલી: બારડોલીમાં હાલ એક વીડિયો (Video)ની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં એક વેપારી અને એક રિક્ષાવાળો ચર્ચાનો વિષય બન્યા છે. હકીકતમાં આ બંને લોકોને ઓનલાઇન દોસ્તી (Online friendship) મોંઘી પડી છે. મહિલા સાથે મિત્રતાના ચક્કરમાં આ બંનેએ વીડિયો કોલમાં પોતાના કપડાં ઉતાર્યાં હતા. જે બાદમાં સામેની યુવતીએ બંનેના વીડિયો શૂટ કરીને પૈસાની માંગણી કરી હતી. પૈસાની માંગ ન સંતોષાતા યુવતીએ બંનેના વીડિયો વાયરલ કરી દીધા હતા. આ મામલે બારડોલી પોલીસ (Bardoli police) મથકે ફરિયાદ દાખલ કરવાાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરના શાકભાજી માર્કેટના એક વેપારી અને એક રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ થયા બાદ બારડોલી પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. બંનેને ઓનલાઈન વીડિયો કોલના માધ્યમથી શિકાર બનાવવામાં આવ્યા હતા. જેમાં વીડિયો કોલમાં કોઈ યુવતીને બતાવીને બાદમાં બંનેને કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં આ અંગેનો વીડિયો વાયરલ કરીને પૈસા માંગવામાં આવ્યા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પૈસા ન આપતા સામેના વ્યક્તિએ બંનેને વીડિયો વાયરલ કરી દીધા હતા. છેલ્લા થોડા દિવસોથી આ બંને વીડિયોએ શહેરમાં ખૂબ ચર્ચા જગાવી છે. આખરે આ મામલે ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ભૂતકાળમાં સામે આવ્યા છે આવા કિસ્સાઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આ પ્રકારના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. જેમાં કોઈ નામી વ્યક્તિનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરવામાં આવે છે. બાદમાં તેને વીડિયો કોલ કરવામાં આવે છે. વીડિયો કોલ દરમિયાન કોઈ યુવતી બીભત્સ હરકતો કરતી જોવા મળે છે. બીજી તરફ જે તે પીડિતને પણ કપડાં ઉતારવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો:  પોલીસની ગાડીમાં દારૂની હેરાફેરી!

વીડિયો વાયરલ કરવાની ધમકી


આ સમગ્ર વીડિયોનું શૂટિંગ કરી લેવામાં આવે છે. બાદમાં જે તે વ્યક્તિને વીડિયો મોકલવામાં આવે છે અને પૈસાની માંગણ કરવામાં આવે છે. માંગણી ન સંતોષાય તો સોશિયલ મીડિયા પર પીડિત વ્યક્તિના સંપર્કમાં હોય તેવા વ્યક્તિઓને આ વીડિયો મોકલીને તેને બદનામ કરવામાં આવે છે. આવી જ રીતે બારડોલીના વેપારી અને રિક્ષા ચાલકને પણ શિકાર બનાવવામાં આવ્યા હતા. આ મામલો હવે પોલીસ મથકે પહોંચતા આરોપીઓ ઝડપાય છે કે નહીં તે જોવાનું રહ્યું.
Published by: Vinod Zankhaliya
First published: June 7, 2022, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading