
એક ખાસ પ્રકારની કુકિંગ સ્પર્ધાનું આયોજન
આ કુકિંગ કોમ્પિટિશનમાં સ્વાદિષ્ટ વાનગીઓ સાથે આ દરેક વાનગી હેલ્થની રીતે પણ કેટલી યોગ્ય છે તેની પણ કોમ્પિટિશનમાં પ્રમાણતા માપવામાં આવી હતી અને આ દરેક વાનગીમાં ટેસ્ટ એન્ડ હેલ્ધીનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
- Hyperlocal
- Last Updated: November 28, 2022, 9:35 AM IST
Mehali Tailor, Surat: સુરતના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લેડીઝ અને વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી દ્વારા એક કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુકિંગ કોમ્પિટિશનમાં 40થી વધુ પ્રકારની સ્વાદિષ્ટ આઈટમ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને આ સિવાયના લેડીઝ રીંગના સભ્યો માટે વિવિધ કુકિંગ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું..આ કુકિંગ કોમ્પિટિશનમાં સ્વાદિષ્ટ વાનગીઓ સાથે આ દરેક વાનગી હેલ્થની રીતે પણ કેટલી યોગ્ય છે તેની પણ કોમ્પિટિશનમાં પ્રમાણતા માપવામાં આવી હતી. અને આ દરેક વાનગીમાં ટેસ્ટ એન્ડ હેલ્ધીનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું.
સ્વાદ અને હેલ્દી રેસિપીનું કિમ્બીનેશન ધ્યાનમાં રાખી કોમ્પિટિશનનું આયોજન
આ દરેક વાનગી દરેક મહિલા ઘરે પણ બનાવી શકે તેવી રીતે બનાવવામાં આવી હતી.જેમાં પાઈનેપલ ડેઝર્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ પાઈનેપલ ડેઝર્ટ એ માત્ર ડેઝર્ટ નહીં પરંતુ ડાયટિંગ પાડતી મહિલાઓ માટે એક બેસ્ટ ડેઝર્ટ હતું. આ સિવાય અહીંયા રાજસ્થાની વાનગી કશ્મીરી વાનગી અને ગુજરાતના ગામડાઓની વાનગીઓ પણ વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવી હતી.

છેલ્લા બે મહિનાથી વધારે આ કોમ્પિટિશન માટે વિદ્યાર્થીનીઓ તૈયારી કરી રહી હતી. અને મહત્વની વાત તો એ છે કે અહીંયા કેટલીક વાનગીઓ એવી જોવા મળી હતી એ જે તમને કોઈપણ રેસ્ટોરન્ટમાં પણ જોવા ન મળે એટલે કે વિદ્યાર્થીનીઓ દ્વારા પૌષ્ટિક અને સ્વાદને ધ્યાનમાં રાખીને જાતે જ ઇનોવેટિવ વાનગીઓ બનાવવામાં આવી હતી.આ ઉપરાંત આ કુકિંગ કોમ્પિટિશનમાં ફ્લાવર અને ફ્રુટમાંથી બનાવેલ હલ્દી મોકટેલ પણ આકર્ષક રીતે અને જાતે બનાવેલ રેસીપી દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.

અહીંયા વિદેશી વાનગી સાથે દેશી વાનગીનું કોમ્બિનેશન જોવા મળ્યું
આ ઉપરાંત અહીં કેટલીક વાનગીઓમાં વિદેશી વાનગીને દેશી તડકો આપી સ્વાદ સાથે હેલ્થ પણ સારી રહે તેવી રીતે બનાવવામાં આવી હતી.આ ઉપરાંત આ કુકિંગ કોમ્પિટિશનમાં ફ્લાવર અને ફ્રુટ માંથી બનાવેલ હલ્દી મોકટેલ પણ આકર્ષક રીતે અને જાતે બનાવેલ રેસીપી દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અહીં કેટલીક વાનગીઓમાં વિદેશી વાનગીને દેશી તડકો આપી સ્વાદ સાથે હેલ્થ પણ સારી રહે તેવી રીતે બનાવવામાં આવી હતી.
