
નિરાધાર બાળકોની તમામ જવાબદારી આ ગ્રૂપે ઉપાડી છે.
સુરતના રક્ષક ગ્રુપ દ્વારા 53 બાળકોને ફીનો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે આ ઉપરાંત તેમને જરૂરી સહાય પણ આપવામાં આવે છે
- News18 Gujarati
- Last Updated: November 30, 2022, 9:42 AM IST
અનાથ બાળકોની સ્કૂલમાં જ બાળકો ફી આપી કરી રહ્યા છે મદદ
હોશિયાર બાળકોનું શિક્ષણ મેળવવાનું સપનું અધૂરું ન રહી જાય એ માટે સુરતથી એક સંસ્થા રક્ષક ગ્રુપ જે આ બાળકો નો આધાર બની તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડી લીધો છે. જેથી આ બાળકો પણ પોતાની સ્કૂલમાં તેનું શિક્ષણ પૂરું કરી શકે.આ રક્ષક ગ્રુપ દ્વારા શહેરની અલગ અલગ પ્રાઇવેટ શાળામાં તેના બેન્ક એકાઉન્ટમાં જ આ બાળકોને ફી આખા વર્ષની ભરી દેવામાં આવે છે.

53 બાળકોને ફી નો ખર્ચ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
અત્યાર સુધી આ ગ્રુપ દ્વારા 53 બાળકોને ફી નો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે આ ઉપરાંત તેમને જરૂરી સહાય પણ આપવામાં આવે છે આ ગ્રુપ દ્વારા આવા બાળકોને માહિતી મળ્યા બાદ તેની તપાસ કરી યોગ્ય બાળકોને તેનો લાભ મળે તેની તકેદારી પણ રાખે છે.

રક્ષક ગ્રુપના પ્રમુખ ગૌરવભાઈ જણાવ્યું હતું કે આ સેવાથી બાળકોને શિક્ષણ જેટલું મોટું દાન આપણે આપી શકે છે અને આ બાળકોને ભણીને એક સારા દેશમાં ભવિષ્યનું નિર્માણ કરી શકે.અને આ બાબતે બાળકને પણ જાણ હોતી નથી.