
શિયાળામાં પોંક ખાવા માટે લોકો તલપાપડ થતા હોય છે.
વર્ષોથી બારડોલી શહેરથી આવતો પણ હવે કેટલાક વર્ષોથી કણજણથી પોંક વેચવા માટે આવી રહ્યો છે. વડોદરાને કરજણ નજીક ખેતરોમાંથી જુવારના ડુંડા તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાંથી પોંક તૈયાર કરવામાં આવે છે.
- News18 Gujarati
- Last Updated: December 3, 2022, 4:42 PM IST
Mehali tailor, Surat: સુરત શહેર પોંક નગરી તરીકે જાણીતું છે.શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ જુવારના પોંકનું વેચાણ શરૂ થઈ જાય છે. સુરતનો પોંક આખા ગુજરાતમાં વખણાય છે અને સુરતીઓ પોંક ખાવાના પણ શોખીન હોય છે. હવે સુરતમાં પણ ખાવાના શોખીન માટે પોંક નહીં પરંતુ પોકના વડાનું વેચાણ વધુ થઈ રહ્યું છે. વર્ષોથી બારડોલી શહેરથી આવતો પણ હવે કેટલાક વર્ષોથી કણજણથી પોંક વેચવા માટે આવી રહ્યો છે.વડોદરાને કરજણ નજીક ખેતરોમાંથી જુવારના ડુંડા તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાંથી પોંક તૈયાર કરવામાં આવે છે. જોકે મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી પોકના પાકમાંસતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
600 રૂપિયા પોંકનું વેચાણ શરુ થયું
હવે ડિસેમ્બરમાં શરૂ થઈ ગયો છે. જેથી પોંકની જગ્યાએ પોંકના વડાનું વેચાણ વધુ થઈ રહ્યું છે. ત્યારે હવે બારડોલીમાં પણ પોંકનું વેચાણ શરૂ થશે. આ વર્ષે પોંકના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ગયા વર્ષે ₹500 પ્રતિ કિલો પોંકનુ વેચાણ માટે હતો .પરંતુ આ વર્ષે ₹ 600 રૂપિયા પ્રતિ કિલો પોકનું વેચાણ થઈ રહ્યું છે. અને જેમ જેમ ઠંડીનો ચમકારો વધે તેમ તેમ પોકના ભાવમાં પણ વધારો જોવા મળે છે.

ધીરે ધીરે પોંક પાર્ટીનું ચલણ વધ્યું
પોકનું વેચાણ કરતા વેપારીઓનું માનવું છે કે આ વર્ષે સુરતમાં એન આર આઈ લોકો વધુ આવ્યા છે અને તેઓ પોંકના શોખીન હોય છે. તેથી આ વર્ષે પોંકનું વેચાણ ગયા વર્ષ કરતા વધુ થવાની આશા તમને વ્યક્ત કરી હતી. આ સિવાય પોકને સુકવીને બ્રિટન કેનેડા સ્વિઝરલેન્ડમાં પણ મોકલવામાં આવે છે. પરંતુ પોકની ખરી મજાતો દેશમાં ખાવાની જ મજા આવે. આ પગ સાથે લાલ મરચાની મરચા વાળી સેવ અને કોફી રંગે લીંબુ મળીને સેવ સાથે ખાવાની ઘણી મજા આવે છે.

શિયાળામાં આ પગ ખાવા માટે હવે ધીરે ધીરે પોંક પાર્ટીનું ચલણ વધ્યું છે. હવે લોકો પોતાના પરિવારો અને મિત્રોને બોલાવી સાથે પોક ખાવા જાય છે અને તેને ઘણા આનંદથી લોકો ખાય છે. આ પોંકને ખાવાની જેટલી મજા આવે એટલા જ તે પૌષ્ટિક પણ હોય છે.