સુરત પોલીસે ચરસ સાથે એક ઈસમની ધરપકડ કરી, આરોપી પાસેથી 475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું


Updated: January 6, 2023, 5:04 PM IST
સુરત પોલીસે ચરસ સાથે એક ઈસમની ધરપકડ કરી, આરોપી પાસેથી 475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું
475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું

Surat Saroli Police: સુરત પોલીસે પ્રતિબંધિત ચરસ સાથે એક યુવકની ધરપકડ કરી લીધી છે. મધ્યપ્રદેશના ઇન્દોરથી સુરતમાં ચરસ લઈને આવતા ફઝલ ખાનની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી 475 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે, જેની અંદાજે 80,000 જેટલી કિંમત થાય છે.

  • Share this:
સુરત: સુરતમાં નશાકારક પ્રવૃત્તિને ડામવા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. તે દરમ્યાન સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાંથી બાતમીના આધારે નિયોલ ચેકપોસ્ટ પરથી એક ઈસમને ચરસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના સચોટ માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ હંમેશા નશાકારક દ્રવ્યો સુરતમાં લાવનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. સુરત પોલીસ આ મામલે પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બાતમીના આધારે આરોપીની ધરપકડ


આ મામલે ફરી સુરતના સારોલી પોલીસ મથક હદ વિસ્તારમાં આવતા નિયોલ ચેક પોસ્ટ ખાતેથી એક યુવક ચરસનો જથ્થો લઈ સુરત આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશના ઇન્દોર ખાતેથી સુરત ચરસની ડિલિવરી કરવા એક ઈસમ આવી રહ્યો છે. બાતમીના આધારે સારોલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વિલેશ જસવંતભાઈએ તપાસ કરતા ઇન્દોરના રહેવાસી ફેઝલ ઉર્ફે સી.એન.જી સફી ખાન 475 ગ્રામ ચરસ સાથે ઝડપાયો હતો.

આ પણ વાંચો: જામનગરના જોડિયા પંથકમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને ભારે નુકશાન

79,250નો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો


ઉલ્લેખનીય છે કે, આ ચરસની કિંમત 71,250 રૂપિયા જેવી થાય છે. આ સાથે જ યુવકની તલાશી લેતા 1000 રોકડા એક મોબાઈલ ફોન અને ટ્રાવેલિંગ બેગ મળી કુલ 79,250 નો મુદ્દા માલ પોલીસે કબ્જે કર્યો હતો. મહત્વનું છે કે, સુરત પોલીસે નશાના કાળા કારોબાર સામે લાલ આંખ કરી છે. જેને લઈ તમામ ચેક પોઇન્ટ પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યાં છે ત્યારે ઇન્દોર ખાતેથી સુરતમાં ચરસ લાવનાર વ્યક્તિ ચરસ કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા યાસીન ભાઈ નામના વ્યક્તિને આ જથ્થો આપવાનો હોવાનું માલુમ પડ્યું હતું.આ પણ વાંચો:  બિહારના ગેંગવોરમાં 5 લોકોની હત્યા કરનાર ગેંગનાં સાગરીતો ઝડપાયા

સુરત પોલીસની કાર્યવાહી


આ સાથે જ ચરસ આપનાર ઇન્દોરનો જાવેદ ઉર્ફે બલ્લુ આ બંનેને વોન્ટેડ જાહેર કરી બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં પોલીસ ડ્રગ્સના કાળા કારોબારને ખતમ કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આ સાથે સાથે આ કારોબારમાં સંડોવાયેલા લોકોને ઝપડપી પાડવા માટે કવાયત પણ હાથ ધરી છે.
Published by: Vimal Prajapati
First published: January 6, 2023, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading