સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાને ડિલિવરી બાદ જબરદસ્તીથી ખાલી કરાવવામાં આવ્યો બેડ


Updated: September 27, 2022, 5:04 PM IST
સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાને ડિલિવરી બાદ જબરદસ્તીથી ખાલી કરાવવામાં આવ્યો બેડ
પ્રસૂતાને ડિલિવરી બાદ જબરજસ્તીથી બેડ ખાલી કરાવતો વીડિયો વાયરલ

હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે મહિલાના પરિવારના સભ્યોને સાથે અભદ્ર વ્યવહાર કરી ગાળો આપી હોવાનો પણ આક્ષેપ

  • Share this:
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં એક પ્રસૂતાને ડિલિવરી બાદ જબરજસ્તી બેડ ખાલી કરાવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે, ડોક્ટર દ્વારા તેમની સાથે અભદ્ર વર્તન કરી ગાળાગાળી પણ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સિવિલનું તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં? તે જોવાનું રહ્યું.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર વિવાદ સામે આવે છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં આવી છે. આ વખતે સિવિલ હોસ્પિટલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, એક પ્રસૂતા અને તેની સાથે વોર્ડમાં રહેલા તેમના સાસુમાને જબરજસ્તીથી બેડ ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું હતું. પ્રસૂતા મહિલાને જબરજસ્તી બેડ ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હોવાને લઈને પરિવારના સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો અને તેથી પરિવારના સભ્યોએ આ મામલે હોબાળો કર્યો હતો. બીજી તરફ, હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે મહિલાના પરિવારના સભ્યોને સાથે અભદ્ર વ્યવહાર કરી ગાળો આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરત: વ્યાજખોરોનું ગણિત તમને નહીં સમજાય, લાખોની ઉઘરાણી કરોડોમાં!

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ વિવાદ કોઈ પહેલી વખત નથી પરંતુ અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાના કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે, ત્યારે પ્રસૂતાને જબરજસ્તીથી આ પ્રકારે બેડ ખાલી કરાવી દેવાતા નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને સુપ્રિટેન્ડન્સની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વોર્ડમાં સાફ-સફાઈ કરનાર મહિલા કર્મચારી દ્વારા પ્રસૂતા મહિલાને બેડ ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી ત્યારે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરોની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણકે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જો સાફ-સફાઈ કરનાર કર્મચારીઓ આ પ્રકારે સૂચનાઓ આપતા હોય તો શું ડોક્ટરોની જગ્યા પર દર્દીઓને સાફ-સફાઈ કરનાર કર્મચારીની વાત માનવી પડશે ત્યારે હવે જોવાનો એ રહેશે કે આ સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
Published by: Azhar Patangwala
First published: September 27, 2022, 5:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading