સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, રાજસ્થાનના જોધપુરની 007 નામની ગેંગના ચાર સભ્યો ઝડપાયા


Updated: January 28, 2023, 9:04 PM IST
સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, રાજસ્થાનના જોધપુરની 007 નામની ગેંગના ચાર સભ્યો ઝડપાયા
007 ગેંગના ચાર શાતિર ચોર

007 Gang Rajasthan: સુરતના ચોટા બજાર વિસ્તારમાં આવેલી મહાવીર ફ્રેશ પ્રાઈમ ક્લોથમાં રૂપિયા 15 લાખની ચોરીની ઘટનામાં સુરત પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના જોધપુરના 007 નામની ગેંગના સભ્ય છે.

  • Share this:
સુરત: સુરતના ચોટા બજાર વિસ્તારમાં આવેલી મહાવીર ફ્રેશ પ્રાઈમ ક્લોથમાં રૂપિયા 15 લાખની ચોરીની ઘટનામાં સુરત પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીઓ રાજસ્થાનના જોધપુરના 007 નામની ગેંગના સભ્ય છે અને તેઓ આજ પ્રકારની ઘરફોડ ચોરી કરવા માટે ટેવાયેલા છે. પોલીસે મોટી સફળતા સાથે રાજસ્થાનમાં થયેલી અને ઘરફોડ ચોરી ગુનાં ઉકલે તેવી આશંકા વ્યક્ત કરી છે.

સુરત ક્રાઈમ બ્રાન્સની કાર્યવાહી


સુરત ક્રાઈમ બ્રાન્ચ શહેરમાં થઈ રહેલા ક્રાઈમ માટે સતત કામ કરી રહી છે ત્યારે થોડા દિવસ પહેલા જ સુરતના ચૌટા બજાર વિસ્તારમાં આવેલી એક મહાવીર ફ્રેશ પ્રાઈમ નામની દુકાનમાં ચોરી થયાની ઘટના સંદર્ભે તપાસ કરી રહી હતી. ત્યારે અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો આ દુકાનની લોખંડની જાળી સાથે બાંધી ધાબા ઉપર ચડી ગયા બાદ લોખંડની જાળીનું તથા લાકડાના દરવાજાના લોક તોડી દુકાનમાં પ્રવેશ કરી રૂપિયા 15 લાખના માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: પંચમહાલમાં પ્રથમ વખત મળી આવ્યું અફીણનું ખેતર, આરોપીએ કહ્યું- પોતાના ઉપયોગ માટે વાવેતર કર્યું હતું

007 ગેંગના ચાર સભ્યો ઝડપાયા


જોકે પોલીસને આ ગુનામાં રાજસ્થાનના જોધપુરની 007 ગેંગના સભ્યો હોવાની વિગત મળતા જ પોલીસે બાતમીના આધારે વોચ રાખી આ ગુનામાં સંડોવાયેલા ગેંગના મુખ્ય સાગરીત ગુલામ સીન અને તેના ભાઈ પ્રયાસીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીઓએ સૌપ્રથમ સુરતના સરથાના વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરી કર્યા બાદ આ ચોરીને અંજામ આપ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જોકે આરોપીઓ દ્વારા દુકાનમાં કામ કરતા એક વ્યક્તિને પૈસાની લાલચ આપી આરોપીઓ દ્વારા તમામ જાણકારી લઈ લીધા બાદ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પણ વાંચો: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોટા સમાચાર, જાણો કોણ પહોંચ્યું ભારત જોડો યાત્રામાં?

આરોપીઓ વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી


પકડાયેલા આરોપીઓ હથિયારો સાથે ઘરફોડ ચોરી કરવા વાહન ચોરી આવશે. જેવા ગંભીર ગુનાવા કરવા ટેવાયેલા છે. પોલીસ આ ગુનામાં પ્રવીણપૂરી ગોસ્વામી, અનુપસિંહ રાજપૂત, શ્રવણ બંજારા અને પ્રયાગસિંહ જોધા નામના ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હાલમાં સુરતના અઠવા અને સરકારના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે તે સાથે ભૂતકાળમાં રાજસ્થાનના જોધપુરના શેરગઢ પોલીસ સ્ટેશન, રાજસ્થાનના જેસલમેરના પોલીસ સ્ટેશન અને રાજસ્થાનના જોધપુરના ધમોડા પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થયા છે.
Published by: Vimal Prajapati
First published: January 28, 2023, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading