સુરત: બુટલેગરના ભાઈ પર ફાયરિંગ, મિસ ફાયરિંગ થતાં બચાવ


Updated: February 4, 2023, 3:10 PM IST
સુરત: બુટલેગરના ભાઈ પર ફાયરિંગ, મિસ ફાયરિંગ થતાં બચાવ
સુરતના ઉધના વિસ્તારમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા સલીમ નામના વેપારી પર ફાયરિંગની ઘટના

Surat Firing: સુરતના ઉધના વિસ્તારમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા સલીમ નામના વેપારી પર ફાયરિંગની ઘટના. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ

  • Share this:
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ભંગારના ધંધા સાથે સંકળાયેલા સલીમ નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ સલીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ ઘટનામાં સલીમને કોઈપણ પ્રકારની ઇજા થઈ ન હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને ફાયરિંગ કરનારા શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

ગોળી પ્લાસ્ટિકના કન્ટેનર સાથે અથડાઈ હતી

સુરતના ઉધનાના રોડ નંબર 9 પર આવેલા જાહેર શૌચાલયમાં સવારે 10:15 આસપાસ એક વ્યક્તિ પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. સલીમ નામનો વ્યક્તિ જ્યારે ભંગારની દુકાન પાસે ઉભો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને 10 ફૂટ દૂરથી બે શખ્સોએ સલીમ પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં સલીમને કોઈપણ પ્રકારની ઈજા થવા પામી ન હતી. ફાયરિંગ કરનારા શખ્સોએ જ્યારે સલીમ પર ફાયરિંગ કર્યું ત્યારે ગોળી પ્લાસ્ટિકના કન્ટેનર સાથે અથડાઈ હતી.



આ પણ વાંચો: ચા પીધા બાદ પૈસા નહીં આપી બોટલોનો ઘા કરી મચાવ્યો આતંક

કેમ કરાયું ફાયરિંગ?

આ બાબતે પોલીસને માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે બંદૂકની ગોળીનું ખાલી કાર્ટેજ કબજે લઈને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં સામે આવ્યું છે કે, કદાચ આ ફાયરિંગની ઘટના અંગત અદાવતમાં બની હોઈ શકે છે. આ સમગ્ર મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડ બાદ જ માહિતી સામે આવશે કે શા માટે સલીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ ફાયરિંગ મિસ ફાયર છે કે પછી ધંધાકીય અદાવતમાં છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by: Azhar Patangwala
First published: February 4, 2023, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading