સુરતમાં હનીટ્રેપની ગેંગ પકડાઈ, કારચાલક પાસે લિફ્ટ માંગી, પછી જે થયું તે ખતરનાક હતું

News18 Gujarati
Updated: September 24, 2022, 9:01 PM IST
સુરતમાં હનીટ્રેપની ગેંગ પકડાઈ, કારચાલક પાસે લિફ્ટ માંગી, પછી જે થયું તે ખતરનાક હતું
સુરતમાં હનીટ્રેપની ગેંગ પકડાઈ

Surat Honeytrap: સુરતમાં હનીટ્રેપનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. કારચાલકે પાસે રાહદારીએ લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો.

  • Share this:
સુરત: શહેરમાં હનીટ્રેપનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. કારચાલકે પાસે રાહદારીએ લિફ્ટ માંગીને તેને ફસાવી દીધો હતો. લિફ્ટ આપતા રાહદારીએ ચપ્પુ બતાવીને તેની સાથે આવેલી મહિલાઓ સાથે ચાલકના ફોટા પાડી દીધા હતા. જે બાદ તે વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાલ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે આ ગેંગ અને કરતૂતોને લોકો સામે લાવી છે.

લૂંટ અને છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે ચોરોએ હનીટ્રેપનો સહારો લીધો છે. સુરત શહેરમાં બનેલી આ ઘટનાએ લીધે ચકચાર મચી જવા પામી છે. પકડાયેલા આરોપીએ એક કારચાલકને લિફ્ટ આપવાનું કહ્યું હતું. પકડાયેલા આરોપીએ એક કાર ચાલકને લિફ્ટ આપવાનું કહ્યું હતું. જે બાદમાં આરોપીએ કારચાલકને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી અને કારચાલકને ચપ્પુની અણીએ એક ફ્લેટમાં લઇ ગયો હતો. આ ફ્લેટ પર પહેલાથી જ બે આરોપી અને બે મહિલા હાજર હતી. બાદમાં મહિલાઓએ કારચાલકને ઉભો રાખીને મહિલા સાથે ફોટો પડ્યા હતા. જેમાં એક આરોપીએ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને કારચાલકને ધમકી આપીને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું હતું.

આ પણ વાંચો: અરવલ્લી: 116 વર્ષના વૃદ્ધનું મોત થતાં ડીજેના તાલે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા

આ ગેંગની કરતૂત અહીં જ અટકી નહીં. આરોપીઓએ કારચાલકનો ફોટો વાયરલ કરવાની ધમકી આપીને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં કારચાલકે પાંચ લાખ રૂપિયા આપીને છૂટકારો મેળવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ કારચાલકે આ બાબતે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ આપતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હનીટ્રેપ કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે.
Published by: Azhar Patangwala
First published: September 24, 2022, 9:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading