સુરત : ખૂનની કોશિશ, ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનામાં નાસતો-ફરતો માથાભારે પ્રવિણ રાઉત ઝડપાયો


Updated: June 24, 2022, 9:16 PM IST
સુરત : ખૂનની કોશિશ, ધાડ, લુંટ, ખંડણી જેવા ગુનામાં નાસતો-ફરતો માથાભારે પ્રવિણ રાઉત ઝડપાયો
માથાભારે પ્રવિણ રાઉતની ધરપકડ

Surat news : કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત (Pravin raut) માથાભારે હોવાની સાથે - સાથે ખુબ જ ચાલાક અને કાયમ પોતાની પાસે હથિયાર રાખતો. સ્ટોવાને કારણે તેને તેના ગામમાંથી જ ઝડપી પાડવાનું કામ કપરૂ હતું. આ દરમ્યાન કૌઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સવિશેષ તકેદારી રાખવાની હતી

  • Share this:
સુરત : ચાર-ચાર હત્યા સહિત લુંટ - ખંડણી સહિતના અસંખ્ય ગુનામાં સુરત શહેર પોલીસને છેલ્લા ચાર વર્ષથી ચકમો આપનાર કુખ્યાત પ્રવિણ રાઉત (Pravin raut) ને ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) ની ટીમને ઝડપી, પાડવામાં સફળતા સાંપડી છે. બિહાર ખાને પોતાના વતનમાં છુપાયેલા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક અઠવાડ્યિા સુધી રેકી કરવામાં આવ્યા બાદ ગામના પાદરેથી તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અક્ષય કુમાર તોમરે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં આજે એક પત્રકાર પરિષદ દરમ્યાન જણાવ્યું હતું કે, સુરત શહેર પોલીસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ રહેલા અને ચાર - ચાર વર્ષથી સ્થાનિક પોલીસને હાથતાળી આપતા પ્રવીણ રાઉતને ઝડપી પાડવા માટે ઓપરેશને ઘોસ્ટ શરૂ કરવામાં નમાવ્યું હતું. જેમાં ક્રાઈમ બ્રાંચને કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત પોતાના મુળ વતન બિહારના નાલંદા ખાતે આવેલ ગોરમા ગામમાં છુપાયો હોવાની જાણકારી મળી હતી. આ જાણકારીને પગલે ક્રાઈમ બ્રાંચના બે પીએસ-માઈ અને આઠ પોલીસ કર્મચારીઓની ટીમને બિહાર રવાના કરવામાં આવી હતી. જયાં સ્થાનિક પોલીસની મદદથી આરોપીની તમામ હિલચાલ પર એક સપ્તાહ સુધી ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી.

કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત માથાભારે હોવાની સાથે - સાથે ખુબ જ ચાલાક અને કાયમ પોતાની પાસે હથિયાર રાખતો. સ્ટોવાને કારણે તેને તેના ગામમાંથી જ ઝડપી પાડવાનું કામ કપરૂ હતું. આ દરમ્યાન કૌઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે પણ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા સવિશેષ તકેદારી રાખવાની હતી. આ સ્થિતિમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બે અલગ અલગ માં બનાવવામાં આવી હતી અને ટેક્નીકલ તથા હ્યુમન સર્વેલન્સના આધારે પ્રવીણ રાઉતની પ્રત્યેક હિલચાલ પર બાજનજર રાખવામાં આવી હતી. એક સપ્તાહ સુધી સતતડી ર્યા બાદ અંતે પ્રવીણ રાઉત ઘરેથી નીકળીને તાડી પીવા માટેપાદરે પહોંચ્યો હતો જયાં તેની ધરપકડ કરવામાં આવી. હતી. ઉલ્લેખનીય છે કે, પ્રવિણ રાકતવિરૂદ્ધ સુરત શહેર - જિલ્લામાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા છે અને ૨૦૧૮માં તે જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ નાસી છૂટ્યો હતો.

ક્રાઈમ બ્રાંચ દ્વારા ગામમાં ફળ વેચવાને બહાને રેકી બિહાર ખાતે પોતાના વતનમાં છુપાયેલા પ્રવિણ રાઉતની ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા એક સપ્તાહ સુધી સઘન રેકી કરવામાં આવી હતી. અલબત્ત, પ્રવીણ રાઉતને આ સંદર્ભે ગંધ ન આવે તે માટે ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા અવાર - નવાર ગામમાં ફળ વેચવાના બેહોને લારી લઈને ફરતો હતો. દરમ્યોને સ્થાનિકોની મદદથી પહેલો પ્રવિણે રાઉતનાં ઘરની ઓળખ કરવામાં ટીમને સફળતા સાંપડી હતી અને ત્યારબાદ તેની પ્રત્યેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. બીજી તરફ એક અન્ય ટીમના જવાનો ગામમાં લુંગી, બનિયાન અને ગમછોમાં ફરીને પ્રવીણ રાઉતના દિનચર્યાની માહિતી એકઠી કરી રહ્યા હતા. આમ, એક સપ્તાહ સુધી સતત બાજનજર રાખ્યા બાદ પ્રવીણ રાઉતને ઝડપી પાડવામાં ક્રાઈમ બ્રાંચની ટીમને સફળતા સાંપડી હતી.

આંગડીયા અને હીરાના વેપારીઓ સોફટ ટાર્ગેટ

સુરત શહેર અને જિલ્લામાં વેપારીઓને ધોક - ધમકી આપીને ખંડણી વસુલ કરતા કુખ્યાત આરોપી પ્રવીણ રાઉત વિરૂદ્ધ ગુન્હાખોરીની દુનિયામાં પોતાની ધાક જમાવવા માટે વિરોધી ગેંગના માણસો સાથે અવાર - નવાર જાહેરમાં હત્યા - મારામારી સહિત ફાયરિંગના ગુન્હાઓ નોંધાયેલા છે. જો કે, બાદમાં તેની ગેંગ આંગડિયા અને હીરાના વેપારીઓની ટીપ મેળવીને લૂંટની ઘટનાઓમાં સંડોવાયેલી હતી.

આ પણ વાંચો - વરસાદની આગાહી! આ 28 જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં કડાકા-ભડાકા સાથે થશે વરસાદ ચાર હત્યા સહિત ૧૭ ગુન્હાઓમાં વોન્ટેડ

વર્ષ ૨૦૧૮માં જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ નાસી છુટેલા કુખ્યાત પ્રવિણ રાઉત વિરૂદ્ધ સુરત શહેર - જિલ્લા સહિત બિહારમાં પણ પોલીસ ફરિયાદો નોંધાયેલી છે. સુરત શહેરના ઉમરામાં બે સહિત પાંડેસરા અને ખટોદરા મળીને કુલ ચાર હત્યાના ગુન્હાઓ નોંધાયેલા છે. વિરોધી ગેંગના માણસોને સરાજાહેર મોતને ઘાટ ઉતારીને પોતાની ધાક જમાવવામાં સફળ રહેતા પ્રવીણ રાઉત વિરૂદ્ધ અત્યાર સુધી અલગ – અલગ પોલીસ મથકમાં ૧૭ ગુન્હાઓ નોંધાયેલા છે.
Published by: kiran mehta
First published: June 24, 2022, 9:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading