Surat News: સુરતની રાંદેર પોલીસે જાન કાઢી, જાનૈયાઓ કર્મચારી-ઉચ્ચ અધિકારીઓ બન્યાં અને...
Updated: December 3, 2022, 4:30 PM IST
સુરત પોલીસે મૂકબધિર યુવતીના માતા-પિતા બનીને લગ્ન કરાવ્યાં.
Surat News: ગુનેગારોને પકડીને આકરી સજા આપતી પોલીસને આપણે જોઈ જ છે. બધા જાણે જ છે કે, પોલીસનો સ્વભાવ ખૂબ જ કડક હોય, પણ સુરત પોલીસે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરતઃ ગુનેગારોને પકડીને આકરી સજા આપતી પોલીસને આપણે જોઈ જ છે. બધા જાણે જ છે કે, પોલીસનો સ્વભાવ ખૂબ જ કડક હોય, પણ સુરત પોલીસે માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના રાંદેર વિસ્તારની એક મૂકબધિર યુવતીને તેના પ્રેમી સાથે લગ્ન કરાવીને સુરત પોલીસે સમાજમાં દાખલો બેસાડ્યો છે.

રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારાએ કન્યાદાન કર્યુ.
PIએ પિતા તરીકે કન્યાદાન કર્યુ
મળતી માહિતી પ્રમાણે, રાંદેર વિસ્તારમાં રહેતી સુમન વિશાલે નામની મૂકબધિર 19 વર્ષીય યુવતીને તેના પ્રેમી સાથે ધામધૂમથી લગ્ન કરવા હતા. પરંતુ તેના પિતા હયાત ન હોવાથી તેણે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારા સાથે આ અંગે વાત કરી હતી. ત્યારે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈએ ધામધૂમથી તેના પ્રેમી સાથે યુવતીને લગ્ન કરાવી આપ્યા હતા. પોતાના હાથે મૂકબધિર યુવતીનું દીકરીની જેમ કન્યાદાન કર્યુ હતુ. તેટલું જ નહીં, તેને આજીવન જીવનનિર્વાહ થઈ શકે તેવી મદદ પણ કરી હતી.
આ પણ વાંચોઃ DJ વગર તો લગ્ન અધૂરા લાગે, પાંચ મહિના પહેલા બૂકિંગ ફૂલ
PI અને તેમના પત્ની માતા-પિતા બન્યાં
આજે વિશ્વ વિકલાંગ દિવસ છે ત્યારે યુવતીના લગ્ન કરવામાં આવ્યા છે. ત્યારે આ લગ્નમાં જાનૈયાઓ સુરતની રાંદેર પોલીસનો સ્ટાફ હતો. તેમાં ઉચ્ચ કર્મચારીઓ અને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયા હતા. તો લગ્નમંડપમાં યુવતીના પિતા તરીકે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અતુલ સોનારા અને માતા તરીકે તેમની પત્ની બેસ્યાં હતાં. આ પ્રસંગે દરેક હાજર વ્યક્તિની આંખો આંસુથી છલકાઈ ઉઠી હતી.
Published by:
Vivek Chudasma
First published:
December 3, 2022, 4:28 PM IST