સુરત: જ્વેલર્સમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ, CCTV

News18 Gujarati
Updated: December 4, 2022, 2:32 PM IST
સુરત: જ્વેલર્સમાં મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ, CCTV
આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ હતી.

Surat Robbery attempted CCTV: લીંબાયત વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. અહીં ધોળા દિવસે મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ કરાયો હતો.

  • Share this:
સુરત: શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. અહીં ધોળા દિવસે મરચાની ભૂકી નાંખી લૂંટનો પ્રયાસ કરાયો હતો. જોકે, દુકાનદાર અને તેમના પુત્રે સામનો કરતાં લૂંટારુ ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ હતી. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

મરચાની ભૂકી નાખી લૂંટનો કરાયો પ્રયાસ

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરાયો હતો. લીંબાયતમાં આવેલી ઓમપ્રકાશ શ્યામકુમારની જ્વેલર્સની દુકાનને લૂંટારુએ નિશાન બનાવવાની કોશિશ કરી હતી. મળતી માહિતી અનુસાર, બપોરના સમયે એક વ્યક્તિ દૂકાનમાં ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે દુકાનમાં પ્રવેશીને હાથમાં રહેલા કાગળમાંથી મરચાની ભૂકી નાંખી જ્વેલર્સ માલિક પર નાંખી હતી. દુકાનમાં આવેલા શખ્સે લૂંટના ઇરાદે મરચાની ભૂકી નાંથી હતી. જોકે, દુકાનદારે તેનો સામનો કરતાં તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.


આ પણ વાંચો: પરિણીતાએ મળવાની ના પાડી તો તેના ચાર વર્ષનાં દીકરાની કરી હત્યા

લૂંટારુ CCTVમાં થયો કેદ, લૂંટ નિષ્ફળ જતાં લૂંટારુ ભાગ્યો

આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. હાલ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યારે લીંબાયત પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરાઇ રહ્યો છે. નોધનીય છે કે, દિવસેને દિવસે ધોળા દિવસે લૂંટ સહિતની ગુનાખોરી વધી રહી છે.
Published by: Azhar Patangwala
First published: December 4, 2022, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading