સુરતમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, ફળો કાપી ના આપતા પતાવી દીધી


Updated: December 3, 2022, 5:27 PM IST
સુરતમાં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, ફળો કાપી ના આપતા પતાવી દીધી
નજીવી બાબતે કરી પત્નીની હત્યા

Surat Murder case: સુરતના પુના વિસ્તારમાં થોડા દિવસ પહેલા જ પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. પતિએ આવેશમાં આવી પત્નીને 25 જેટલા કાતરના ઘા મારી ફરાર થઈ ગયો હતો.

  • Share this:
સુરત: સુરતના પુના વિસ્તારમાં આવેલા સીતારામ નગર ખાતે થોડા દિવસ પહેલા મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતા મરનાર મહિલાનું નામ સંગીતા હોવાની જાણકારી મળી હતી. આ સાથે જ તે મહિલા મૂળ ઝારખંડની હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા પરણિત હોવાનું સામે આવતા પોલીસે તેના પતિની તપાસ શરૂ કરી હતી. મળતી વિગતો પ્રમાણે તે ભાગી છુટ્યો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું.

પોલીસને પતિ પર થઈ શંકા


ઉલ્લેખનીય છે કે, આ મહિલાના શરીર પર 25 જેટલા કાતરના ઘા મળી આવ્યા હતા. જેથી પોલીસને આશંકા ગઈ હતી કે, આ મહિલાની હત્યા કરવામાં આવા હોઈ શકે છે. પોલીસ તપાસમાં આ બાબત સામે આવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં આરોપી મનનાર મહિલાનો પતિ હોવાથી પોલીસને પ્રથમ તેના પર શંકા ગઈ હતી અને આ મામલે તપાસ કરતા તેના પતિએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: માતા બની પુત્રની હત્યારી, 30 હજારમાં બીજા દીકરાને હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો 

નજીવી બાબતે કરાઈ કરપીણ હત્યા


પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને આજ રોજ ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાના આરોપીએ પોતાનું નામ ચંદ્રશેખર સદાનંદ શર્મા હોવાનું જણાવ્યું હતું. તે નજીકની ફેક્ટરીમાં કામ કરી પોતાનું ગુજરાત ચલાવતો હતો. તારીખ પાંચમીના રોજ તે કામ પરથી આવ્યા બાદ તેની તબિયત ખરાબ હતી. જેથી તે ઘરમાં આરામ કરતો હતો. તે સમયે તેને પોતાની પત્નીને પોતે બીમાર છે અને પોતાની પત્નીને ફ્રૂટ કાપી આપવાનું કહ્યું હતુ.આ પણ વાંચો: જર્મન છોકરીને બિહારના છોરકાથી થયો પ્રેમ, મૈથિલ રિવાજ પ્રમાણે કર્યા લગ્ન

પતિ જ બન્યો પત્નીનો હત્યારો


ઉલ્લેખનીય છે કે, તેની પત્નીએ ફ્રુટ કાપી આપવા ની ના પડતા પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી દીધી હતી. પત્નીની હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો. આરોપી પતિ લખનઉ, મુંબઈ, અયોધ્યા અને બનારસ જેવા અલગ અલગ શહેરોમાં ફરી પૈસા ખતસ થઈ જતા તે સુરત આવ્યો હતો. પરંતુ સુરત આવતા પુણા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Vimal Prajapati
First published: December 3, 2022, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading