સુરતના આ ગામમાં ગળા ડૂબ પાણી ભરાયા, નેશનલ હાઇવે પર 3 ફૂટ પાણી ભરાયા

News18 Gujarati
Updated: August 17, 2022, 5:46 PM IST
સુરતના આ ગામમાં ગળા ડૂબ પાણી ભરાયા, નેશનલ હાઇવે પર 3 ફૂટ પાણી ભરાયા
નેશનલ હાઇવે પર 3 ફૂટ પાણી ભરાય

સુરત સાણીયા હેમદ ગામમા વધુ પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સપાટી વધી છે. ગામમાં ગળાડૂબ પાણીથી લોકોની ચિંતા વધી છે.

  • Share this:
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના લીધે સુરતના કેટલાક ગામોની સ્થિતિ કફોળી પડી છે. અહીં કેટલાક ગામોમાં ગળા ડૂબ પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે. સુરતમાં સણિયા હેમદ ગામ બેટમાં ફેરવાયું છે. ખાડીના પાણી ગામમાં ઘૂસી જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. અહીં ચારે તરફ પાણી જ પાણી જેવી સ્થિતિ સર્જઇ છે. જ્યારે ન્યૂઝ 18ની ટીમે આ ગામની મુલાકાત લીધી ત્યારે સ્થિતિ વધુ ભયાનક જોવા મળી હતી.

સુરત સાણીયા હેમદ ગામમા વધુ પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સપાટી વધી છે. ગામમાં ગળાડૂબ પાણીથી લોકોની ચિંતા વધી છે. દર વર્ષે આ વિસ્તાર બેટમાં ફેરવાયા છે. તંત્ર પાસે સ્થાનિકોએ મદદ માંગી છે. આ ઉપરાંત સરોલી રોડ પર પણ પાણી ભરાયા છે. નેશનલ હાઇવેથી સુરત આવતા રોડ પર ભરાય 3 ફૂટ પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પાણી વચ્ચે ટ્રાફિક પોલીસ વાહન વ્યવહાર સામાન્ય કરવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

બીજી બાજુ, રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં 17 ઓગસ્ટ સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

ઉપરાંત ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ (Extremely heavy rain forecast) પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી (Dr Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે. ગુજરાત રિઝનમાં આવતીકાલ એટલે કે 18મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘડી જશે. સૌરાષ્ટ્રમાં 19મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. આગામી 24 કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
Published by: Azhar Patangwala
First published: August 17, 2022, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading