સુરત રેલવે પોલીસે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરનાર એક મહિલા અને એક યુવાન ધરપકડ કરી


Updated: January 3, 2023, 7:29 PM IST
સુરત રેલવે પોલીસે ચાર વર્ષની બાળકીનું અપહરણ કરનાર એક મહિલા અને એક યુવાન ધરપકડ કરી
ચાર વર્ષની બાળકીનું અપહરણ

Surat Railway Police: મધ્ય પ્રદેશ રોજી રોટીની તલાશ આવેલ પરિવારની બાળકીનું અપહરણ થયું હતું. પોલીસે સીસીટીવીના આધારે સમગ્ર મામલો ઉકેલાયો છે. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે.

  • Share this:
સુરત: મધ્ય પ્રદેશથી રોજી રોટી માટે આવેલા પિતા અને ચાર વર્ષીય બાળકી સુરત રેલવે સ્ટેશન આવી પોહચ્યા બાદ બાળકીનું અપહરણ થઈ ગયું હતું. જોકે આ મામલે સુરત રેલવે પોલીસે બાળકી અપહરણ કરતા લોકોના હાથમાંથી છોડાવી સાથે એક મહિલા સાથે એક યુવક ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં દિવસે દિવસે અપહરણના કેસો વઘી રહ્યા છે. સુરત પોલીસ પણ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

એક મહિલા બાળકીનું અપહરણ કરી લઈ ગઈ


ગુજરાત આમ તો, આર્થિક રીતે સધર છે અને અન્ય રાજ્યના લોકો રોજી રોટીની તલાસ માટે ગુજરાત અને ખાસ તો સુરત આવતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશ પોતાની ચાર વર્ષની પુત્રી લઇને અંકલેશ્વર ખાતે લઇને આવ્યા હતા. જોકે ટ્રેનમાં પિતા સુઈ જતા પિતા-પુત્રી સુરત ખાતે આવી પોહચ્યા હતા. જોકે અહીંયા આવ્યા બાદ પિતા પુત્રી સ્ટેશન એક બેચ પર સુઈ ગયા હતા. જોકે એક મહિલા બાળકીને ઉપાડી લઈ ગયા હતા. જોકે પિતા ઊંઘમાંથી ઉઠ્યા બાદ બાળકી નહીં મળતા પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: બે માસના બાળકને ત્યજી દેનારા માતા પિતાની પોલીસે કરી ધરપકડ

પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી કરી


પોસીલમાં ફરિયાદ કરતા પોલીસે સ્ટેશનમાં રહેલા સીસીટીવી ચેક કરતા આ બાળકીને એક મહિલા ઉપાડી લઇ જતા જોવા મળી હતી. આથી પોસીસે આ મહિલા ઓળખ કરી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. લાંબી પૂછતાજ કરવામાં આવતા આખરે આ મહિલા છેલ્લા 25 દિવસથી બારડોલી ખાતે રહેતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્યા એક ટીમ મોકલી બાળકી છોડાવી તેનું અપહરણ કરનાર મહિલા ધરપકડ કરી હતી. અને આ દિશામાં આગળની વધુ તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Congratulation: ઓહ! શું બોલિવુડ ફિલ્મ ‘રંગ દે બસંતી’નો આ સ્ટાર પ્રેગનેન્ટ છે?

આ કેસમાં એક મહિલા અને યુવકની ધરપકડ


ઉલ્લેખનીય છે કે, આ મહિલા સાથે અન્ય એક યુવકની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે સાથે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ લોકો દ્વારા શા માટે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની તપાસ ચાલી રહી છે. આ લોકો ભૂતકાળ આવી ઘટનામાં સંડોવાયેલ છે કેમ? તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત પોલીસ દ્વારા બાળકીને તેના પિતાને સોપવામાં આવી છે. આ સાથે જ શહેરમાં આવા બનાવો ન બને તે માટે સુરત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે.
Published by: Vimal Prajapati
First published: January 3, 2023, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading