VIDEO: સુરેન્દ્રનગમાં ચોરીની શંકામાં 3 શખ્સોને સ્થાનિક લોકોએ પકડી દોરડાથી બાંધી દીધા
News18 Gujarati Updated: June 19, 2022, 6:31 PM IST
આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરોની રંજાડ હતી.
સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જે ત્રણેય લોકોને સ્થાનિક લોકોએ દોરડાથી બાંધ્યા છે તેઓ પોતાને છોડવા માટે હાથ જોડીને સ્થાનિકોને આજીજી કરી રહ્યા છે અને આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકો તેમનો વીડિયો ઉતારી રહ્યા છે.
સુરેન્દ્રનગર (Surendranagar)માં ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં 15 દિવસથી તસ્કરો (Theft)એ 3 મકોનોને નિશાન બનાવ્યા હતા. જેથી આ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા રાત્રિ દરમિયાન પહેરો રાખવામાં આવી રહ્યો હતો. અને આ દરમિયાન આ વિસ્તારમાં 3 શકમંદ શખ્સોને સ્થાનિકો લોકોએ ઝડપી લીધા હતા. રાત્રિના સમયે ચોરી કરવાના ઇરાદે ફરતા આ તસ્કરોને સ્થાનિકોએ દોરડા વડે બાંધી દીધા હતા. આ દોરડા વડે બાંધી ત્રણેય ચોરનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ (Video Viral)કરાયો છે. જોકે આ વીડિયો મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી.
સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રાત્રિના સમયે ચોરી કરવાના ઇરાદે ફરતા ત્રણ શકમંદ શખ્સોને સ્થાનિકોએ ઝડપી લીધા હતા અને જે બાદ તેઓએ યોગ્ય માહિતી અને ક્યાં કારણોસર આ વિસ્તારમાં ફરતા હતા તે વિશે જાણકારી આપી ન હતી. આથી સ્થાનિકોએ ત્રણેયને ઝડપી લઇ દોરડા વડે બાંધી દીધા હતા અને આ દરમિયાન ત્રણેશ શખ્સો લોકોને હાથ જોડીને પોતાના છોડવાની આજીજી કરી રહ્યા હતા.
સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે જે ત્રણેય લોકોને સ્થાનિક લોકોએ દોરડાથી બાંધ્યા છે તેઓ પોતાને છોડવા માટે હાથ જોડીને સ્થાનિકોને આજીજી કરી રહ્યા છે અને આ દરમિયાન ઘટનાસ્થળે હાજર લોકો તેમનો વીડિયો ઉતારી રહ્યા છે. પરંતુ તેમને છોડી નથી રહ્યા અને તમામ લોકો ત્રણેય ઇસમોને કંઇ પૂછી રહ્યા છે.
આ પણ વાંચો- ભાવનગરમાં વીજળી પડતા કાકા-ભત્રિજાનું મોત
જણાવી દઇએ કે, આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી તસ્કરોની રંજાડ હતી અને છેલ્લા 15 દિવસમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. આ વીડિયો મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોંધાઇ નથી. પરંતુ સવાલ એ પણ થાય છે કે, જો સ્થાનિક લોકોએ ચોરીના ઇરાદે આવેલા લોકોને ઝડપી પાડ્યા હતા તો તેમણે કાયદો પોતાના હાથમાં કેમ લીધો અને પોલીસને જાણ કેમ ન કરી. હાલમાં તો સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Published by:
rakesh parmar
First published:
June 19, 2022, 6:31 PM IST