એન્ડ્રોઇડ ફોન પર જો આ ભૂલ થઈ તો ચોરી થઈ જશે પૈસા, ફોટો સહિત કૉલ રેકોર્ડ થવાનું પણ જોખમ


Updated: April 5, 2021, 12:55 PM IST
એન્ડ્રોઇડ ફોન પર જો આ ભૂલ થઈ તો ચોરી થઈ જશે પૈસા, ફોટો સહિત કૉલ રેકોર્ડ થવાનું પણ જોખમ
પ્રતિકાત્મક તસવીર

આ એપ્સ તમારી પર્સનલ ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ અને તમારો ખાનગી ડેટા ચોરી કરી લે છે જાણો તમારા 'અંગત' ડેટા થઈ શકે છે ચોરી

  • Share this:
ટેક્નોલોજીના આ જમાનામાં આંગળીના ટેરવે બેન્કિંગ સર્વિસ અને ફૂડ સર્વિસ સહીતની તમામ સેવાઓનો લાભ તમે સ્માર્ટફોન પર લઇ શકો છો. જોકે ટેક્નોલોજી સુવિધાની સાથે મુસીબતો લઈને પણ આવી છે. ઇન્ટરનેટ પર હવે malware અને spyware પણ છે. spyware એવી એપ્સ છે, જે તમને કોઈ ફીચર આપવાનો દાવો કરે છે. જોકે, તેના દ્વારા આ એપ્સ તમારી પર્સનલ ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ અને તમારો ખાનગી ડેટા ચોરી કરી લે છે.

જેમાં સૌથી ખતરનાક માલવેર Fake SysUpdate છે. તમને ક્યારેક એવું લાગશે કે એન્ડ્રોઇડ સિસ્ટમ માટે અપડેટ આવ્યું છે, પરંતુ આવી એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ જાતે જ અનઇન્સ્ટોલ થઈને ફોનની બધી જ પરમિશન અને કંટ્રોલ કોઈ હેકરને આપી દે છે.

જે બાદ તમે તમારા ફોનમાં ચેટિંગ કરતા હોય, વિડીયો કે ફોટો જોતા હોય, અથવા બેન્કિંગ એપ્સ હેન્ડલ કરી રહ્યા હોય તો હેકર બધું જ ટ્રેક કરી શકે છે. એટલું જ નહીં, આ માલવેર તમારા ફોનમાં ઓટોમેટિકલી ઓડિયો અને વિડીયો રેકોર્ડ કરી શકે છે. સૌપ્રથમ Zimperium zLabsના સિક્યોરિટી રિસર્ચરે આ અંગે જાણકારી મેળવી હતી. તેમની એક રિપોર્ટ અનુસાર આવી એપ તમારા ફોનમાં હોય તો તમારે તેનું ખુબ ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. એક વખત FakeSysUpdate એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઇ જાય તો પછી તે તમને જાણ ન થાય એ રીતે બેકગ્રાઉન્ડમાં ચાલુ જ રહે છે.

જોકે, અમુક સમયે યુઝરને મોબાઈલ સ્ક્રીન પર મેસેજ દેખાશે કે 'Searching for Updates .... ' પરંતુ યુઝરને એવું લાગશે કે ફોનમાં કોઈ એન્ડ્રોઇડ અપડેટ આવ્યું છે. જે બાદ તમે તેને અનઇન્સ્ટોલ કરી દેશો. ત્યાર બાદ તમારા મોબાઈલમાં રહેલો તમામ ડેટા હેકર્સ પાસે હશે.

સાઇબર સિક્યોરિટી રિસર્ચ અનુસાર, હજી સુધી એ નથી જાણી શકાયું કે FakeSysUpdate spyware ઇન્ટરનેટ પર કઈ રીતે ફેલાયો. સાઇબર સિક્યોરિટી ફર્મ Zimperium અને Malwarebytes Labsનો દાવો છે કે આ માલવેર ગૂગલ પ્લે સ્ટોરમાંથી નથી ફેલાયો. આ malware spear phishingનો ઉપયોગ યુઝરનો ડેટા બ્રીચ કરવા થઇ રહ્યો છે.
First published: April 5, 2021, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading