Appleનો ભારત તરફ ક્રેઝ વધ્યો, iPhone સિરીઝના પ્રિઓર્ડર અને વેચાણની રજ રજની માહિતી


Updated: September 17, 2021, 2:40 PM IST
Appleનો ભારત તરફ ક્રેઝ વધ્યો,  iPhone સિરીઝના પ્રિઓર્ડર અને વેચાણની રજ રજની માહિતી
Apple i phone 13

Apple i Phone 13: એપલ પ્રથમ વખત વિશ્વનાં અન્ય બજારો સાથે ભારતમાં પણ iPhone 13 સિરીઝ વેચાણમાં મુકશે. એટલે કે iPhone 13 સિરીઝના પ્રીઓર્ડર અને વેચાણની ટાઇમલાઈન ભારત, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની અને જાપાન સહિત 30 દેશો માટે એક સરખી છે.

  • Share this:
Appleનો પ્રેમ ભારત તરફ વધી રહ્યો હોવાનું iPhone 13 સિરીઝના પ્રીઓર્ડર અને વેચાણ પરથી ફલિત થઈ રહ્યું છે. એપલ iPhone 13 સિરીઝ આ વર્ષે ભારતમાં પ્રીઓર્ડર અને વેચાણ માટે દર વર્ષ કરતા વહેલું ઉપલબ્ધ થશે. iPhone 13 સિરીઝનું વેચાણ આગામી 24 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યું છે. તમે 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યાથી iPhone ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પર iPhone 13 અને iPhone 13 મીની, iPhone 13 પ્રો અને iPhone 13 પ્રો મેક્સને પ્રીઓર્ડર કરી શકો છો. અહીં મોટી વાત એ છે કે, એપલ પ્રથમ વખત વિશ્વનાં અન્ય બજારો સાથે ભારતમાં પણ iPhone 13 સિરીઝ વેચાણમાં મુકશે. એટલે કે iPhone 13 સિરીઝના પ્રીઓર્ડર અને વેચાણની ટાઇમલાઈન ભારત, યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જર્મની અને જાપાન સહિત 30 દેશો માટે એક સરખી છે.

આ પણ વાંચોઃ-Apple iPhone 13: દમદાર ફીચર્સની સાથે એપલ આઇફોન-13 અને વૉચ સીરીઝ-7 લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

બીજી મહત્વની વાત પ્રાઈઝ ટેગની છે. iPhone 13 સિરીઝના ભાવ પણ iPhone 12 જેવા જ છે. આખી રેન્જની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થાય છે. તેનો અર્થ એ છે કે, iPhone 12ની કિંમત આગામી દિવસોમાં ઘટી શકે છે. અન્ય એક સારું પાસું એ છે કે, એન્ટ્રી સ્પેકની સ્ટોરેજ ક્ષમતા વધી હોવા છતાં કિંમતમાં વધારો થયો નથી. બધા જ iPhone 13 હવે 128GBથી શરૂ થાય છે. જ્યારે iPhone 13 pro 1TB સુધી સ્ટોરેજના વિકલ્પ મળે છે.

આ પણ વાંચોઃ-iPhone 13 vs iPhone 12: એપલના બંને સ્માર્ટફોનમાંથી કયો ફોન લેવો વધુ સારો?

જેથી નવી iPhone 13 સિરીઝની સરખામણીએ કિંમતમાં તફાવત રાખવા માટે પહેલાની સિરીઝની કિંમતના ઘટાડો થઈ શકે છે. એપલ iPhone 13ના એન્ટ્રી-સ્પેસીફિક્શન વેરિએન્ટ એટલે કે, iPhone મિનીની કિંમત (128જીબી સ્ટોરેજ) 69,900 રૂપિયા છે. જ્યારે 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 79,900 રૂપિયા અને 515GBની કિંમત 99,900 રૂપિયા છે. 128GB વેરિએન્ટ સાથે એપલ iPhone 13ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. 256GB વેરિએન્ટની કિંમત 89,900 રૂપિયા, જ્યારે 512GBની કિંમત 1,09,900 રૂપિયા છે.

128GB સ્ટોરેજ સાથે એપલ iPhone 13 પ્રોની કિંમત 1,19,900 રૂપિયા છે. 256GBની કિંમત 1,29,900 રૂપિયા અને 512GBની કિંમત 1,49,900 રૂપિયા છે. જ્યારે નવા 1GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,69,900 રૂપિયા છે. 128GB માટે iPhone 13 Pro maxની કિંમત 1,29,900 રૂપિયા, 256GB માટે 1,39,900 રૂપિયા, 512GB માટે 1,59,900 રૂપિયા અને 1TB માટે 1,79,900 રૂપિયા છેઆ પણ વાંચો- JioBook Laptop: રિલાયન્સ JioPhone બાદ લોન્ચ કરશે સસ્તું લેપટોપ, કેવાં હશે ફીચર્સ

આ લખાય છે ત્યારે એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોરમાં એપલ iPhone 12 મિનીની કિંમત 59,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 12ની કિંમત 65,900 રૂપિયા છે. એટલે કે iPhone 13 મિની અને iPhone 12 મિની વચ્ચે 10,000 રૂપિયાનો તફાવત છે. જ્યારે iPhone 13 અને iPhone 12 વચ્ચે કિંમતનો ગેપ આશરે 14,000 રૂપિયાનો છે. એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટોર પર રહેલા તમામ iPhone મોડેલો માટે એપલ iPhone ટ્રેડ-ઇનની સુસંગતતા છે. એકચેન્જ સમયે તમને તમારા જુના iPhoneની કન્ડિશન મુજબ 9,000થી 46,120 જેટલી કિંમત મળી શકે છે.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by: Margi Pandya
First published: September 17, 2021, 2:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading