Apple Watch Series 8માં જોવા મળી શકે છે ત્રણ સ્ક્રીન સાઈઝ, આ નવા ફીચરનો પણ સમાવેશ થશે

News18 Gujarati
Updated: October 16, 2021, 12:57 PM IST
Apple Watch Series 8માં જોવા મળી શકે છે ત્રણ સ્ક્રીન સાઈઝ, આ નવા ફીચરનો પણ સમાવેશ થશે
ઍપલ તેની આગામી વૉચ સિરીઝમાં હવે નવી અને વધારે મોટી ડિસ્પ્લે સાઈઝ લોન્ચ કરે તેવી શક્યતા છે. (ફોટો- Apple)

Apple Watch Series 8: ઇન્ડસ્ટ્રીના જાણકાર અને ડિસ્પ્લે સપ્લાય ચેઈન કન્સલ્ટન્ટ્સ સીઈઓ રોસ યંગ (Ross Young)એ પોતાની ટ્વીટમાં સૂચવ્યું હતું કે ઍપલ તેની આગામી વૉચ સિરીઝમાં નવા વેરિયન્ટને ઍડ કરવાની યોજના બનાવી રહ્યું છે.

  • Share this:
મુંબઈ: એપલ તેની આગામી વૉચ સિરીઝમાં હવે નવી અને વધારે મોટી ડિસ્પ્લે સાઈઝ લોન્ચ કરે તેવી શક્યતા છે. ઍપલ વૉચ સિરીઝ 8 (Apple Watch Series 8) હાલ ડેવલપમેન્ટ હેઠળ છે અને તે ત્રીજી સ્ક્રીન સાઈઝનું ઓપ્શન (Third screen option) આપશે તેવું કહેવાય છે. આ ત્રીજી સ્ક્રીન અત્યારસુધી અવેલેબલ સ્ક્રીનની સરખામણીએ વધુ મોટી સાઈઝની હશે. નવી ઍપલ વૉચ 2022માં લોન્ચ થશે.

ઇન્ડસ્ટ્રીના જાણકાર અને ડિસ્પ્લે સપ્લાય ચેઈન કન્સલ્ટન્ટ્સ સીઈઓ રોસ યંગ (Ross Young)એ પોતાની ટ્વીટમાં સૂચવ્યું હતું કે ઍપલ તેની આગામી વૉચ સિરીઝમાં નવા વેરિયન્ટને ઍડ કરવાની યોજના બનાવી રહ્યું છે.
રોસ યંગે ટ્વીટ કરી કે, ‘શું તમને 2022માં લોન્ચ થનારી ઍપલ વૉચ સિરીઝ 8માં વધુ મોટી ડિસ્પ્લે જોવી ગમશે? આવતા વર્ષે ત્રણ સ્ક્રીન સાઈઝ હોય તો નવાઈ ન પામતા...’



ઍપલ વૉચ સિરીઝ 7 (Apple Watch Series 7), જે ગયા સપ્ટેમ્બરમાં ઍપલ આઈફોન 13 (Apple iPhone 13) સાથે લોન્ચ થઈ હતી, તે 41mm અને 45mm એમ બે સાઈઝમાં અવેલેબલ છે. વૉચ સિરીઝ 6માં સ્ક્રીન સાઈઝ 40mm અને 44mm હતી જેને 7મી સિરીઝમાં અપગ્રેડ કરવામાં આવી હતી. એટલે જ એવું અનુમાન લગાવી શકાય છે કે આવતા વર્ષે લોન્ચ થનારી ઍપલ વૉચ સિરીઝ 8ની સ્ક્રીન 45mmથી મોટી હોઈ શકે છે.

આ પણ વાંચો: સસ્તામાં OnePlus 9 ખરીદવાની તક, આ ફોન સામે અનેક લેટેસ્ટ સ્માર્ટફોન પાણી ભરે!

જાણીતાં વિશ્લેષક મિંગ-ચિ કુઓ (Ming-Chi Kuo)ના મતે, ઍપલ વૉચ સિરીઝ 8 એ પહેરનારનું બોડી ટેમ્પરેચર મોનિટર કરવા જેવા નવા હેલ્થ મેનેજમેન્ટ ફીચર્સ એડ કરશે. હાલ અમુક સ્માર્ટફોન ફક્ત સ્કીન ટેમ્પરેચર જ ટ્રેક કરે છે એટલે ઍપલનું નવું ફીચર આકર્ષણ ઊભું કરશે. જોકે, એ ફીચર કઈ રીતે કામ કરશે એ ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.
Published by: Nirali Dave
First published: October 16, 2021, 12:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading