બજાજે લોન્ચ કર્યું 200સીસીનું ઓટોમેટિવ ડિઝાઇનર પલ્સર, તસવીરો તમારા હોશ ઉડાવી દેશે


Updated: May 11, 2021, 11:32 PM IST
બજાજે લોન્ચ કર્યું 200સીસીનું ઓટોમેટિવ ડિઝાઇનર પલ્સર, તસવીરો તમારા હોશ ઉડાવી દેશે

  • Share this:
નવી દિલ્લી:  બજાજ પલ્સર RS 200 લોન્ચ થયું ત્યારથી તે 200સીસીની બાઇક્સમાં ટોચના ક્રમે રહ્યું છે. છતાં પણ ટોચના સ્થાને ટક્યું રહેવા મોડેલમાં અપગ્રેડ જરૂરી છે. નેક્સ્ટ જનરેશન RS200 માટે સત્તાવાર અનાવરણ અંગે અત્યારે કોઈ માહિતી નથી. પરંતુ પલ્સરના ચાહકોને નવી બાઇક કેવી હશે તેની કલ્પના કરતા થાકતા નથી.

પલ્સરના ચાહક અને ઓટોમેટિવ ડિઝાઇનર અબીન ડિઝાઇન્સએ નેક્સ્ટ જનરેશન પલ્સર RS200નું ડિજિટલ રેન્ડર બનાવ્યું છે. જે જોઈને તમારા હોશ ઉડી જશે.

આ રેન્ડરમાં નેક્સ્ટ જેન બજાજ પલ્સર RS 200 ખૂબ આકર્ષક લાગે છે. સ્પોર્ટી ફ્રન્ટ ફેરિંગને હાઇલાઇટ કરવાની સાથે બાઈકના આગળના ભાગે બ્રાન્ડના બેજિંગનો સમાવેશ થાય છે. ડિઝાઇનરે ડ્યુઅલ હેડલાઇટને આકર્ષક આકાર આપ્યો છે, તે પણ તે પ્રશંસનીય છે. બાઇકને ખૂબ અગ્રેશન રૂપમાં જોઈ શકાય છે.બાઇકમાં વચ્ચેના ભાગે એક્ઝોસ્ટ પણ છે. ફોટામાં બાઇક પાછળ ટાયર હગર પણ જોવા મળે છે. જે સ્પોર્ટ્સ લૂક આપવાની સાથે લાઇસન્સ પ્લેટને પણ જોડેલી રાખે છે. ડિઝાઇનરે આકર્ષક સ્ટાઇલવાળા એલોય વ્હીલ્સ અને હાઈ પરફોર્મન્સ ટ્યુબલેસ ટાયર છે.

નેક્સ્ટ જેન RS200માં એલઈડી ડીઆરએલ જોવા મળે છે. ફ્યુલ ટેન્કને હાલની RS200 કરતા વધુ કર્વ અપાયા છે. તે આગળની સાઈડથી વધુ આકર્ષક લાગે છે. નેક્સ્ટ જેન બજાજ પલ્સર RS 200નું રેન્ડરિંગ માઇન્ડ-બોગલિંગ છે.indianautosblog.com મુજબ આ ડિઝાઇન બ્લુ કલરમાં એક્સલેન્ટ લાગે છે. સફેદ, લાલ અને બ્રાઉન કલરના કોમ્બિનેશન મનમાં ઉતરી જાય છે. તાજેતરમાં જ બજાજે પલ્સર 180, પલ્સર 220F અને પલ્સર 150ની નવી ડેગર એજ એડિશનનું અનાવરણ કર્યું હતું. નેક્સ્ટ જેન RS200નો પાછળની ધાર માર્જિનથી વધારી દેવામાં આવી છે. સ્પોર્ટી અને ડેડિકેટેડ રાઇડિંગ પોઝિશન આપવા માટે સ્પોર્ટી હેન્ડલબારને થોડી નીચે ઉતારી દેવામાં આવ્યા છે.
Published by: kuldipsinh barot
First published: May 11, 2021, 11:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading