આ છે 10000mAhની બેટરીવાળી બેસ્ટ પાવર બેન્ક, કિંમત છે હજાર રૂપિયાથી પણ ઓછી


Updated: April 12, 2021, 6:35 PM IST
આ છે 10000mAhની બેટરીવાળી બેસ્ટ પાવર બેન્ક, કિંમત છે હજાર રૂપિયાથી પણ ઓછી
પ્રતિકાત્મ તસવીર

એમેઝોન ઇન્ડિયા પર એવી પાવર બેંક્સ ઉપલબ્ધ છે કે જેની કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી છે. સાથે જ તેમની બેટરી કેપેસીટી 10000mAh છે.

  • Share this:
સ્માર્ટફોનના જમાનામાં પાવર બેન્ક ખૂબ મહત્વપૂર્ણ થઇ ગઈ છે. કારણ કે આપણા કોઈ ડિવાઇસને ચાર્જ કરવા માટે કોઈ સાધન ન હોય ત્યારે એક માત્ર પાવર બેન્ક જ કામ આવે છે. ત્યારે એમેઝોન ઇન્ડિયા પર એવી પાવર બેંક્સ ઉપલબ્ધ છે કે જેની કિંમત 1 હજાર રૂપિયાથી પણ ઓછી છે. સાથે જ તેમની બેટરી કેપેસીટી 10000mAh છે. આવો આપણે જાણીએ આ પાવર બેન્કની ખાસિયતો વિશે.

Ambrane 10000mAh Li-Polymer Power Bank: આ પાવરબેન્કની સાઈઝ ખુબ જ કોમ્પેક્ટ છે. આ પાવરબેન્ક 5થી 6 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. સાથે જ તે 3000 mAh બેટરીવાળા ફોનને 2.5 ટાઈમ્સ અને 4000mAh બેટરીવાળા ફોનને 1.8 ટાઈમ્સ ચાર્જ કરી શકે છે. તેમાં ડ્યુઅલ USB પોર્ટ્સ છે. જે સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, નેક બેન્ડ અને અન્ય ડિવાઇસને ફાસ્ટ ચાર્જ કરી શકે છે. તેની કિંમત 1499 રૂપિયા છે. જેને 698 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 801 રૂપિયામાં ખરીદી શકાય છે.

Zinq 10000mAh Li-Polymer Power Bank: કોમ્પેક્ટ સાઈઝની આ પાવર બેન્ક સ્માર્ટફોન, સ્માર્ટ વોચ, નેક બેન્ડ અને અન્ય ડિવાઇસને ફાસ્ટ ચાર્જ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની કિંમત 1899 રૂપિયા છે, જેને 499 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 1400 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની સાથે 1 વર્ષની વોરંટી મળે છે. તેમાં 2 પોર્ટ છે જે 12W ફાસ્ટ ચાર્જ Type-C અને મૈકરી USB ઇનપુટ ચાર્જિંગ પ્રદાન કરે છે.

URBN 10000 mAh Li-Polymer Slim Type-C Power Bank: તેની કિંમત 2499 રૂપિયા છે. જેને 449 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 2050 રૂપિયામાં ખરીદી શકાય છે. તે 3000 mAh વેટરીવાળા ફોનને 2.4 ટાઈમ્સ, 4000mAh વાળા ફોનને 1.8 ટાઈમ્સ ચાર્જ કરી શકે છે. 5થી 6 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જતી આ પાવર બેંકમાં ડ્યુઅલ USB આઉટપુટ 2.1 Amp 5V ફાસ્ટ ચાર્જ છે. સાથે જ તે ટાઈપ સી અને માઈક્રો યુએસબી ફાસ્ટ ચાર્જિંગની સુવિધા આપે છે.

Gionee 10000mAh Li-Polymer : મેટલ ફ્રેમવાળી આ પાવરબેન્ક 5થી 6 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. તેમાં 12W ફાસ્ટ ચાર્જિંગના ડ્યુઅલ આઉટપુટ પોર્ટ છે. આ પાવરબેન્ક 1.5 કલાકમાં એક ફોનને 2.2 ટાઈમ્સ અને 4000 mAh ફોનને 2 કલાકમાં 1.7 ટાઈમ્સ ચાર્જ કરી શકે છે. તેની કિંમત રૂ. 1699 છે, જેને 649 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 1050 રૂપિયામાં ખરીદી શકો છો.

Mi 10000mAH Li-Polymer Power Bank: કોમ્પેક્ટ સાઈઝની આ પાવર બેન્ક 1299 રૂપિયાની કિંમતની છે, પરંતુ 400 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે તમે 899 રૂપિયામાં ખરીદી શકો છો. જે 3000mAh બેટરીવાળા ફોનને 2.1 ટાઈમ્સ અને 4000mAh બેટરીવાળા ફોનને 1.4 ટાઈમ્સ ચાર્જ કરી શકે છે. મેટલ ફ્રેમથી બનેલી આ પાવર બેન્ક 6 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઇ જાય છે. તેમાં ડ્યુઅલ USB આઉટપુટ ફાસ્ટ ચાર્જ છે.
First published: April 12, 2021, 6:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading