2021માં શ્રેષ્ઠ ઓટોમેટિક હેચબેક કાર કઈ? જોઈલો રૂ. 10 લાખ સુધી હેચબેક કારની યાદી


Updated: April 12, 2021, 7:50 PM IST
2021માં શ્રેષ્ઠ ઓટોમેટિક હેચબેક કાર કઈ? જોઈલો રૂ. 10 લાખ સુધી હેચબેક કારની યાદી
રૂ. 10 લાખ સુધી હેચબેક કારની યાદી

હવે સસ્તા દરે પણ આ સુવિધા મળી જાય છે. ખાસ કરીને પ્રીમિયમ હેચબેકનો લોકો વધુ આગ્રહ રાખે છે. આવી સ્થિતિમાં રૂ. 10 લાખ સુધીમાં મળતી હેચબેક કારની યાદી અહીં આપી છે.

  • Share this:
નવી દિલ્હી : વર્તમાન સમયમાં કારની ખરીદીમાં ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પ તરફ લોકો નજર દોડાવા લાગ્યા છે. હવે સસ્તા દરે પણ આ સુવિધા મળી જાય છે. ખાસ કરીને પ્રીમિયમ હેચબેકનો લોકો વધુ આગ્રહ રાખે છે. આવી સ્થિતિમાં રૂ. 10 લાખ સુધીમાં મળતી હેચબેક કારની યાદી અહીં આપી છે.

મારુતિ બલેનો/ટોયોટા ગલાન્ઝા (10માંથી 8)

મારુતિ સુઝુકીની બલેનો અને તેના જેવી જ ટોયોટા ગલાન્ઝામાં જાણીતા K12M એન્જીન આવે છે. જે ડ્રાઈવ માટે ખૂબ સ્મૂથ છે. ઉપરાંત CVT ગિયરબોક્સના કારણે તે ખૂબ અસરકારક છે. આ બંને પ્રીમિયમ હેચબેકમાં અનુકૂળ સ્પેસ મળે છે. બેમિસાલ ઇન્ટિરિયર અને ટોચના ફીચર મળી રહે છે. બલેનોની પ્રાઈઝ નીચી છે. જ્યારે ગલાન્ઝામાં વોરંટી વધુ મળે છે. માત્ર આ વાત જ બંને વચ્ચેનો તફાવત છે.

હ્યુન્ડાઇ i20 (10માંથી 8)

સ્ટાઈલીશ i20માં અનેક ફીચર જોવા મળે છે. આ પ્રીમિયમ હેચબેકમાં ઓટો ગિયરબોક્સ અને પાવરટ્રાઇન્સ મળે છે. બે ક્લટચ ઓટોનું CVT મળે છે. આ ઉપરાંત ઓટોમેટિકની જેમ મેન્યુઅલ પણ જાણીતું છે. જે તમારી જરૂરિયાતને પૂર્ણ કરે છે. ડ્યુલ ક્લચ i20 મોંઘી છે.

હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ (10માંથી 7)હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસનું કેબિન શ્રેષ્ઠ કેબિનમાંથી એક છે. હ્યુન્ડાઇની ફેશન લોકો માટે ખૂબ આકર્ષક છે. ઓટોમેટિક ગિયરબોક્સમાં AMT યુનિટ મળે છે. CVT અને ટર્કની જેમ સ્મૂથ નથી. જોકે, કામ સારી રીતે ચાલે છે, પેટ્રોલ હોય કે ડીઝલ એવરેજ સારી આપે છે. અત્યારે દેશમાં નિઓસ જ એકમાત્ર હેચબેક છે જે રૂ. 10 લાખની કિંમતમાં ડીઝલ એન્જીન સાથે ઓટોમેટિક ગિયર બોક્સ સાથે આવે છે.

મારુતિ સ્વીફ્ટ (10માંથી 7)

થોડા સમય પહેલા અપડેટ થયા બાદ મારુતિ સ્વીફ્ટમાં 83એચપીને બદલે વધુ પાવરફુલ 1.2 લીટર K સિરીઝ એન્જીન મળે છે. વધુ એવરેજ આપે તેવું 1.2 ડ્યુલજેટ મોટર મળે છે. ઓટો ગિયર બોક્સમાં 3 મળે છે. સ્વીફ્ટમાં આવતું AMT ભારતમાં વેચાતી ત્રીજી સૌથી સસ્તી કાર છે. ARAI રેટિંગ મુજબ કેટલાક અપડેટ બાદ ફીચર વધાર્યા છે.

ફોક્સવેગન પોલો (10માંથી 7)

ફોક્સવેગન પોલોને જૂની કાર કહેવાય છે. પરંતુ આજે પણ તેની કેબિન ક્વોલિટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટે તેની પસંદગી શ્રેષ્ઠ 5 ઓટોમેટિક હેચબેકમાં થઈ છે. આ કારમાં 1.0 લીટર TSI એન્જીનને નવા ટર્ક કન્વર્ટર સાથે ગિયરબોક્સ જોવા મળે છે. જેથી ડ્રાઇવિંગનો સ્મૂથ અનુભવ થાય છે.
First published: April 12, 2021, 7:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading